________________
અર્પણ + ક્ષમાશ્રમણ
આંગણામાં એક મોટો ચામડાનો ટુક્ડો પડ્યો હતો. સોનીએ એ ચામડું પાણીમાં પલાળીને મેતાર્યમુનિના મસ્તક ઉપર કસકસીને બાંધી દીધું. મુનિને પણ ધકેલીને સૂર્યના ધોમધખતા તાપમાં ખડા કર્યા. સોની માનતો હતો કે તાપથી જેમ ચામડું સુકાશે અને માથા ફરતાં બંધનો નાગપાશની જેમ ભીંસાતા જશે તેમ મુનિની સાને ઠેકાણે આવશે અને જવ સંતાડ્યા હશે તે કાઢી નાખશે.
૨૦૮
મેતાર્ય મુનિએ પણ ગંધાતું ચામડું પોતાના મસ્તક ફરતું બાંધવા સામે લેશમાત્ર પ્રતિકાર ન કર્યો. જે માણસના હાથમાંની મૂલ્યવાન વસ્તુ લૂંટાઈ ગઈ હોય, જેની સામે રાજવીનો કોપ ડોળા ફાડીને ઊભો હોય તે માણસ આટલો ક્રોધાંધ ન બને તો બીજું શું કરે ? એને ક્રોધ કરવાનો અધિકાર છે.
ચામડાનું પાણી શોષાતાં, મેતાર્ય મુનિના મસ્તક ફરતાં બંધનો વધુ ને વધુ તંગ થવા લાગ્યાં. માથાની નસો ઉપર મૂર્છા આવી જાય એટલી હદે દબાણ થયું. મેતાર્ય મુનિ આવે વખતે પણ મુંઝાતા નથી. સોનીના ક્રોધ-ખગ સામે ક્ષમાની ઢાલ ધરીને ઊભા છે.
:
સોની પોતે નથી જાણતો પણ મેતાર્ય મુનિ તો બરાબર જાણે છે · કારણ કે એમની નજર સામે જ બનેલો બનાવ છે ઃ સોની ઘરની અંદર ગયો એ વખતે એક ક્રૌંચ પક્ષી ઊડતું આવીને સોનાના જવને અન્ન માનીને ગળી ગયું હતું. મેતાર્ય મુનિ જો એ નજરે જોયેલી વિગત કહી દે તો એમને કંઈ આંચ ન આવે. પણ મેતાર્ય મુનિને
ક્રૌંચના પ્રાણ રક્ષવાની જેટલી ધગશ છે તેટલી પોતાના પ્રાણ માટે નથી. વસ્તુસ્થિતિ વર્ણવવા જતાં પક્ષીની પ્રાણહાનિ થાય એવી એમને બીક લાગે છે.
માથાની નસોમાં અસહ્ય વેદના થવા છતાં મેતાર્ય મુનિની શાંતિ અને ક્ષમા એટલી જ જ્વલંત અને ઉજ્જ્વલ રહે છે. અનંત જીવનનો સ્વામી, થોડા દિવસના આયુષ્યની ભિક્ષા માગવા તૈયાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org