________________
અર્પણ + ક્ષમાશ્રમણ
સોનીના દિલમાં ઊંડી ફાળ પડી. સવારથી માંડી બપોર સુધીમાં માંડમાંડ આ જવ ઘડ્યા હતા. એની પાછળ એણે કળા અને શ્રમ ખરચવામાં કંઈ કચાશ નહોતી રાખી. સોનાના જવ હોવા છતાં સામાન્ય જોનારને કુદરતી જવ જેવા જ લાગે. સમસ્ત રાજગૃહીમાં એવા જવ ઘડનાર આ એક જ સોની હતો. કળાકુશળ હોવાથી એની ઉપર મહારાજાની પણ પૂરી મહેર હતી. મહારાજાનો માણસ ઘડી-બે ઘડીમાં જવ લેવા આવવો જ જોઈએ. જો વખતસર જવ ન આપે તો મહારાજાની જિનેશ્વરપૂજાની વિધિમાં વિધ્ન પડે. મહારાજા તે સાંખી ન લે. સોનીને કદાચ સખત સજા પણ સહન કરવી પડે.
૨૦૬
સોનીએ વિચાર્યું કે એકાએક એકસો આઠ સુવર્ણના જવ કાં ગયા? ધરતી ગળી ગઈ હશે? કોઈ બીજું તો અહીં આવ્યું નથી. તેમ મુત્તિ માટે આહાર લેવા અંદર ગયો તેમાં પણ બહુ વખત નથી વીત્યો. જરુર મુનિના વેષમાં આવેલો આ ઢોંગી જ ચોરી ગયો લાગે છે.
દોડતોક સોની મેતાર્ય મુનિ પાસે પહોંચ્યો અને મુનિની આડો ફર્યો. મેતાર્ય મુનિ હજી સોનીના ઘરના આંગણા બહાર નહોતા ગયા.
“મહારાજ ! મારા જીવ કાઢી નાંખો. બિંબિસાર મહારાજાને આજે-અત્યારે જ પહોંચાડવાના છે. મને શું ખબર કે મુનિના વેશમાં આવા ઠગ ફરતા હશે !''
સોની મેતાર્ય મુનિવરને નહોતો ઓળખતો. જે જમાનાની અમે અહીં વાત કરીએ છીએ તે વખતે રાજગૃહી, શ્રમણ સંસ્કૃતિનું એક મહાધામ હતું. સેંકડોની નહિ હજારોની સંખ્યામાં શ્રમણો અહીં આવી ચડતા અને પાછા ચાલ્યા જતા.
મેતાર્ય મુનિવર પાસે શરીર ઢાંકવા માટે વસ્ત્ર પણ નહોતું. એક તો ઉગ્ર ટાઢ-તડકાના પરિસહો વેઠવાથી એમના દેહનો વર્ણ બદલાઈ ગયો હતો અને દેહની શુદ્ધિ માટે શ્રમણો છેક ઉદાસીન રહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org