________________
૨૦૦
મેતાર્ય મુનિવર હોવાથી, આ મેતાર્ય મુનિવર, રાજગૃહીના મહારાજાના એક વખતના માનીતા માણસ હશે અને આજે પણ એમની ગણતરી આ યુગના એક ધુરંધર સંયમી પુરુષરૂપે થાય છે એ બધું આ સોની નહતો જાણતો. એને તો એક જ વાતની પડી હતી : “ગમે તેમ કરીને મારા સોનાના જવ મને મળવા જોઈએ.”
મેતાર્યમુનિ પણ સોની પાસે કંઈ ખુલાસો કરી શકે એવી સ્થિતિમાં નહોતાં એમણે જવને અદશ્ય બનતા જોયા હતા પણ જો એ વાત મેતાર્યમુનિ, પેલા સોનીને કહે તો એક પ્રાણીનો વધ થાય એવી તેમને બીક હતી. એટલે કંઈ બોલ્યા વિના તેમણે સોની સામે કરુણાભીની નજરે એક વાર માત્ર જોઈ લીધું.
મહારાજા! એમ મૌનનો દંભ કરશો એ નહિ ચાલે, જવ તો તમે જ લીધા છે. મારા ને તમારા સિવાય ત્રીજું કોઈ અહીં ફરક્યું નથી. તમારા સિવાય સોનાના જવ બીજું કોણ લઈ જાય? મહારાજા બિંબિસારને ખબર પડશે તો તમને તો કંઈ નહિ કરે, મને આકરામાં આકરી સજા ફટકારશે. મારા ઉપર કૃપા કરીને મારા જવ મને આપી દો.”
મેતાર્યમુનિ, સોનીના દિલની વેદના સમજે છે, બીજી તરફ જો પોતે જોયેલી-જાણેલી વિગત કહી દે છે તો માત્ર પોતાના પ્રાણ રક્ષવા જતાં ત્રીજા જ પ્રાણધારીનું પેટ ચિરાય એવો સંભવ છે. મેતાર્યમુનિ પોતે પણ ઓછી મૂંઝવણ નથી અનુભવતા.
આખરે એમણે ગમે તે સંજોગોમાં મૌનનો જ આશ્રય લેવાનો દઢ સંકલ્પ કર્યો. સોની પ્રથમ તો કરગર્યો પણ એને જ્યારે ખાત્રી થઈ કે વિનવણીથી અર્થ સરે તેમ નથી ત્યારે તેણે અમાનુષી ઈલાજ અજમાવવાનું નક્કી કર્યું. એની નજર સામે મહારાજાનો પ્રચંડ પ્રકોપ તરવરતો હતો. માણસ પોતાના બચાવ માટે કર્યું કુકર્મ નથી કરતો? થોડી ક્ષણો પૂર્વે મેતાર્યને આહાર આપનાર પોતે જ એમની ઉપર ત્રાસ વર્તાવવા તૈયાર થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org