________________
૨૦૪
અર્પણ + ક્ષમાશ્રમણ માનવીને અશક્ય લાગે એવી અભયકુમારે શરત મૂકી : “જો તું એક રાતની અંદર, રાજગૃહી ફરતો ગઢ બાંધી દે, વૈભારગિરિ ઉપર સીધી સડક બાંધી દે અને તે સાથે ગંગા-યમુના-સરસ્વતી તથા ક્ષીરસમુદ્રનાં પાણી અહીં લાવી દે તો મહારાજા તને પોતાની પુત્રી પરણાવે.”
પ્રેમીકો અને પાગલો માટે કોઈ શરત અશકય નથી હોતીપોતાની શક્તિનું છેલ્લું ટીપુ નીચોવીને પણ તેઓ પોતાનાં સ્વપ્ન સિદ્ધ કરવા મથે છે. મેતાર્યે પોતાના મિત્ર દેવની મદદથી અસંભવિતને પણ સંભવિત કરી દીધું.
મહારાજાએ મેતાર્યની શક્તિ, પ્રભાવ અને સાધના ઉપર પ્રસન્ન થઈ પોતાની પુત્રી એને પરણાવી : પ્રથમ જે આઠ સ્ત્રીઓએ ચાંડાલપુત્રને પરણવાની ના પાડી હતી તે પણ મેતાર્યને માથે કીર્તિનો કળશ ઝળહળતો જોઈ પાછી મેતાર્યને જ પરણી.
બાર વર્ષ મેતાર્યો એ રીતે વીતાવી નાખ્યાં. ભોગોપભોગથી વિરક્ત બનેલા મેતાર્યે તેરમે વર્ષે બંધનોમાંથી છૂટવાનો પ્રયત્ન તો કર્યો પણ તેમાં એ ન ફાવ્યો. બીજાં બાર વર્ષ એ પ્રમાણે નીકળી ગયાં. - આખરે પચીસમે વર્ષે, શિકારીની જાળમાં સપડાયેલો સિંહ વનને ધ્રુજાવી નાખતી ગર્જના કરી પોતાના સર્વ સામર્થ્યનો પરચો બતાવે તેમ મેતાર્યો ભ. મહાવીર સ્વામી પાસે મહાવ્રત અંગીકાર કર્યા.
સાંસારિક કામનાઓ અને વાસનાઓમાં ૪૦ વર્ષની ઉમર થતાં સુધી ડૂબેલા અને રંક જેવા લાગતા મેતાર્ય, ત્યાગ-સંયમના માર્ગમાં એટલા જ ધીર-ગંભીર તેમજ ધુરંધર સાબિત થયા. ટાઢ-તડકા ને ભૂખ-તરસના પરિસહ તો એમને મન કંઈ બિસાતમાં જ નથી. યુગયુગાંતરનો અગ્નિ ધરતીના કઠણ થરને ભેદી લાવારૂપે બહાર આવે તેમ મેતાર્ય મુનિવરના અંતરમાં આજ લગી રંધાયેલી ક્ષમતા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org