________________
૨૦૩
મેતાર્ય મુનિવર આંગળી સરખી પણ ચીંધી ન શકે - કુંવરીનું નામ લેનારની જીભ ખેંચી કાઢવાની જે વખતે ધમકીઓ અપાતી એવે વખતે મેતાર્ય જેવો એક પંકાએલો ચંડાલ, રાજપુત્રી માટે ખુલ્લી માંગણી કરે અને અભયકુમાર જેવો રાજાનો લાડીલો અને માનીતો કુંવર સાંભળી લે, એટલું જ નહિ પણ એ આખી સમસ્યા સમભાવથી ઉકેલવા મથે એ ઓછા આશ્ચર્યની વાત નથી.
એક તો અભયકુમાર ઘણો બુદ્ધિશાળી હતો, વ્યવહારદક્ષ હતો, ગુંચવાયેલા કોકડાને પળવારમાં ઉકેલવા એને માટે રમત વાત હતી. પણ તે ઉપરાંત અભયકુમાર સંસ્કારલક્ષ્મીનો શ્રેષ્ઠ પુત્ર હતો. બુદ્ધિ તો ઘણીવાર કઠોર-નિર્મમ અને નિઝુર લાગે છે. સંસ્કારથી જ બુદ્ધિ રસાદ્ર બને છે. અને રસાદ્ધ કૌશલ્ય જ વિશ્વનું પરમ સૌભાગ્ય બની રહે છે. અભયકુમાર, પોતાના યુગના બે સમર્થ પુરુષોના પરિચયમાં આવ્યો હતો. એમની પાસેથી પણ એણે સંસ્કારનો સારો વારસો મેળવ્યો હતો.
અભયકુમારે વિચાર કર્યો : મેતાર્ય ભલે ચાંડાલ હોય પણ લાગે છે તો કોઈ યોગભ્રષ્ટ જેવો. જેણે દેવને પોતાની સહાયે બોલાવ્યો હોય તે શક્તિશાલી પણ જરૂર હોવો જોઈએ. માત્ર ચાંડાલના કુળમાં એ જન્મ્યો છે એટલા જ કારણસર એની અવગણના ન થવી જોઈએ. મૂળ વાત શક્તિ અને સંસ્કારની છે. જો એ પરીક્ષામાં પાર ઊતરે તો મેતાર્યને રાજકન્યા આપવામાં બાધ નથી.
મહારાજા બિંબિસારને પોતાના વિચારોથી પરિચિત કરી, મેતાર્યને અભયકુમારે કહ્યું : “મહારાજા પોતાની કન્યા આપવા તૈયાર છે પણ એક શરતે.”
મેતાર્યના મોં ઉપર આશાની દીપ્તિ છવાઈ. આનંદના આવેશમાં એણે બોલવાનો પ્રયત્ન કર્યો, પણ એનાથી બોલી શકાયું નહિ. માત્ર દષ્ટિથી સૂચવ્યું કે “ગમે તે શરતનું પ્રતિપાલન કરવા તૈયાર છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org