________________
૨૦૨
અર્પણ + ક્ષમાશ્રમણ હોય છે જ. દેવતાઈ બકરીની સુવર્ણલીંડી બિંબિસારને વિસ્મિત તથા પ્રભાવિત કરશે એવી મેતાર્યને આશા બંધાઈ
નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે દેવે મેતાર્યને ત્યાં એક બકરી બાંધી. બકરીની સોનાની લીંડીઓથી ભરેલો સુંડલો લેઈને મેતાર્ય પોતે મહારાજા બિંબિસારને ભેટ આપવા ગયો. મહારાજા તો બકરીની સોનાની લીંડીઓની વાત સાંભળીને આશ્ચર્યમાં ડૂબી ગયા. રોજ જેને ત્યાં આટલું સોનું અવતરતું હોય તેને કોઈ વાતની ખામી રહે?
મહારાજાનો બુદ્ધિનિધાન કુંવર અભયકુમાર ત્યાં જ બેઠો હતો. એણે આ સુંડલો જોયો. કોઈ વાતની પૂરી ખાત્રી કર્યા વિના, માની લેવાનો એનો સ્વભાવ નહોતો, તે કાળે આવી માયાવી લીલાઓ બહુ ભજવાતી હોવાથી અને ભોળા માણસો આવી માયાજાળમાં ફસાઈ જતા હોવાથી અભયકુમારે પોતે એ બકરી પોતાને ત્યાં રાજમહેલમાં બંધાવી જોઈ. રાજમહેલમાં એ બકરી, સામાન્ય બકરી જેવી જ બની ગઈ અભયકુમારે મહારાજા પાસે ખુલાસો કર્યો :
“આમા કોઈ દેવનો કૃપાપ્રભાવ છે. ભલે, આ બકરી સોનાની લીંડીઓ અહીં નથી કરતી : પણ આ મેતાર્યને કોઈ દેવની મદદ છે એ વાતમાં લેશમાત્ર સંશય નથી. એ સિવાય તો ચાંડાલકુળમાં જન્મેલો કોઈ જુવાન, રાજાની પુત્રી સાથે લગ્ન કરવાની સ્વમે પણ આશા ન સેવે.”
અભયકુમારે એક યા બીજી રીતે મેતાર્ય સંબંધી બધી હકીકત મેળવી લીધી હતી. રાજકન્યા પ્રાપ્ત કરવી અને એ રીતે પોતાની પ્રતિષ્ઠા વધારવી તે સિવાય મેતાર્યનો બીજો કોઈ ઉદેશ નથી એમ અભયકુમાર બરાબર જાણી ચૂક્યો હતો. અભયકુમારને સ્થાને બીજો કોઈ હોત તો એક હીનકુળમાં જન્મેલા જુવાનની આવી આકાંક્ષા જોઈને ધુંવાપુવા થઈ ગયો હોત. એક ચાંડાલ, રાજાની કુંવરી સામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org