________________
૧૯૮
અર્પણ + ક્ષમાશ્રમણ પ્રેમી સુકુમાલે પોતાની શાંતિ, ધીરતા કે દઢતા ન તજી, એમ કહેવાય છે કે જે શિયાળે એના લોહીમાંસ ચૂસીને હાડપિંજર ફેંકી દીધું તે એની પૂર્વભવની સ્ત્રી જ હતી. - એ રીતે સુકુમાલનો દેહ પડ્યો : પણ એના આત્માએ નલિનીગુલ્મનો અધિકાર સિદ્ધ કર્યો.
સવારે ભદ્રા માતાએ અને સુકુમાલની સ્ત્રીઓએ જ્યારે એને શધ્યામાં સૂતેલો ન જોયો ત્યારે સૌને ઓચિંતો ધ્રાસકો પડ્યો.
તપાસ કરતાં સુકુમાલનું હાડપિંજર માત્ર, ઉજ્જૈનીના સ્મશાનમાંથી મળી આવ્યું. જે પ્રાસાદમાં રાતદિવસ નૃત્ય-ગીત-આમોદ ને આલ્હાદના તરંગો ઊછળતા હતા ત્યાં આજંદ અને વિલાપના સ્વર ગર્જી રહ્યા.
સુકુમાલના ધ્યેય અને સાધન તથા સિદ્ધિ સંબંધી બધી હકીકત જાણ્યા પછી ભદ્રા માતાને થોડું આશ્વાસન મળ્યું. પોતાનો પુત્ર નલિનીગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો છે એમ જાણી એણે ધર્ય ધારણ કર્યું.
ભદ્રા માતા અને બત્રીસ ભાર્યાઓ પૈકી એક કે જે ગર્ભવંતી હતી તેને ઘરમાં રહેવા દઈ બાકીની સ્ત્રીઓ સાધ્વીસંગમાં સમાઈ ગઈ
જે સ્થળે અવંતિસુકુમાલે પરમ વૈર્યપૂર્વક પોતાની કાયાનો ત્યાગ કર્યો હતો ત્યાં તેના જ પુત્રે, એક જિનપ્રાસાદ બંધાવ્યો હોવાનું કહેવાય છે.
TITL
दुक्कर मुद्धोसकरं अवंतीसुकुमाल महरिसिचरियं । अप्पावि नाम तह तज्ज इति अच्छेरयं एयं ।।
દુષ્કર અને સાંભળતાં જ રોમાંચ થાય એવું આ અવંતી સુકુમાલ મહર્ષિનું ચરિત્ર છે. એમણે એવી રીતે આત્મત્યાગ કર્યો કે એમનું ચરિત્ર આશ્ચર્યમય બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org