________________
ઢઢણકુમાર -[૨
કૃષ્ણ વાસુદેવના કુમાર ઢંઢણે, ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષા ગ્રહણ કરી ત્યારે એક વૈભવશાળી તેમજ ઐશ્વર્યવંત પિતાનો પુત્રત્યાગ અને તપના વિકટ માર્ગમાં આવી અનુપમ-અપ્રતિમ ટૂર્તિશક્તિ બતાવશે એવી કલ્પના કોઈકને જ આવી હશે. તે કાળે ક્ષત્રિયકુમારો, શ્રેષ્ઠિકુમારો અને પુરોહિતના તેજસ્વી પુત્રો સંસારનો ત્યાગ કરી, આત્મહિત સાથે લોકકલ્યાણ સાધવા કટિબદ્ધ બનતા: એમાંના કેટલાકો શૂરવીરની જેમ મોખરે ચાલી અક્ષય નામના મેળવી જતા તો કોઈ પરંપરામાં એવા એક રસ થઈ જતા કે એમનું વ્યક્તિત્વ શોધવું કઠિન થઈ પડે. ઢંઢણકુમાર પ્રથમથી જ ખ્યાતિસંપન્ન હતા. શ્રીકૃષ્ણ-વાસુદેવના આ લાડીલા કુમારને દ્વારકાપુરીમાં કોણ ન ઓળખે ? દીક્ષા અંગીકાર કર્યા પછી ઢંઢણકુમારનો પ્રતિષ્ઠાધ્વજ પૂરબહારથી ફરકી રહ્યો.
પિતાની પ્રતિષ્ઠાથી પુત્રને સન્માન મળે, કુળ કે વંશના ગૌરવથી કુળદીપકનું બહુમાન થાય એ કંઈ પુત્રની પોતાની શક્તિ કે સિદ્ધિ તો ન જ ગણાય. કોઈ પણ પુરુષાર્થી પુત્રને એવાં સન્માન કે બહુમાન તુચ્છ જ લાગે. ઢંઢણને થયું કે પિતાના પ્રતાપે પોતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org