________________
સ્કંદક આચાર્ય
૧૫૧
‘‘સન્માન કરવામાં કંઈ એવી ભૂલનો સંભવ નથી.' દંડક પોતે સાવધ રહીને પુરંદરયશાના સહોદરનું સ્વાગત કરવા તૈયાર હતો. એ સ્વાગત પછીની દરેક ઘટનામાં સાવચેત રહેવા વિષે એનો વિરોધ નહોતો. કોઈ પણ માણસ આવતાની સાથે જ, પરહદમાં-રાજવીની ઉપર અણધાર્યું આક્રમણ કરે એમ દંડક પોતે કેમ કલ્પી શકે ?
પુરોહિતે હવે પોતાની મેલી વિદ્યાના મંત્ર ભણવા માંડ્યા.
“મહારાજ, આપ હજુ પણ ભોળા જ રહ્યા છો. આપ સ્કંદકને નથી ઓળખતા. એક તો એ વગર તેડાવ્યે આવ્યા છે એમાં એમનો કંઈક ગૂઢ હેતુ હોવો જોઈએ. ભાઈ-બહેન માત્ર એ હેતુ જાણતા હોય એમ બને. બીજું સ્કંદકમુનિ જો બહેનને-બનેવીને મળવા જ આવતા હોય તો આટલું મોટું પાંચસો જણાનું સૈન્ય સાથે રાખવાની શી જરૂર હતી ?’'
પાંચસો સાધુના સમુદાયવાળી વાત પુરોહિતે એવા અસરકારક અભિનયપૂર્વક મૂકી કે મહારાજા દંડકના દિલમાં ભયનો વિષધર છંછેડાયો.
‘ત્યારે સ્કંદક અહીં મારી સામે આક્રમણ જ લઈ આવે છે અને સ્વાગત વખતે જ આપણું સર્વ નાશ કરશે એમ તમને લાગે છે? પુરોહિત !''
‘‘એમ તો મને નથી લાગતું. કદાચ પ્રજાને ઉશ્કેરીને વિદ્રોહની આગ ચેતાવે અને પોતે અલગ રહેવાનો દંભ કરીને, આપણું સર્વસ્વ પડાવી લે એવો માત્ર વહેમ આવે છે.'' સ્કંદકમુનિને પણ પોતે અન્યાય કરવા ન માગતા હોય તેવી સફાઈથી પુરોહિતે પોતાના પાસા ફેંકવા માંડ્યા.
‘‘પણ તમે સ્કંદકકુમારને, આ પહેલાં કોઈ વાર મળેલા ખરા ? કે માત્ર એમને વિષે વાતો જ સાંભળી છે ?'' કોણ જાણે કેમ, પણ દંડકે અસ્થાને લાગે એવો પ્રશ્ન પૂછ્યો.
પુરોહિતને, સ્કંદકકુમાર સાથેનો પ્રથમ પરિચય યાદ આવ્યો અને અત્યારસુધી જે વિદ્વેષની આગ મહામુશીબતે દંભ અને શાંતિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org