________________
અર્પણ + ક્ષમાશ્રમણ
નહિ. સગા પુત્રોથી રાજવી-પિતાઓ ભયવિહ્વળ રહેતા. પુત્રો પણ પોતાના પિતા કે સગા-સંબંધીઓ પ્રત્યે પૂરી શ્રદ્ધા રાખી શકતા નહિ. બળમાં પોતાને સિંહ સમાન ગણનારા આ રાજવીઓ, સસલાની જેમ, પાંદડાના ખખડાટ જેવી સાચીખોટી અફવાઓ સાંભળીને કંપી ઊઠતા, પોતાનાં સ્થાન સાચવવા રક્તપાત કરવા તૈયાર થઈ જતા. રાજસત્તા હજી કોઈ નૈતિક કે ધાર્મિક નક્કર પાયા ઉપર નહોતી સ્થપાઈ. સ્વાર્થી-પ્રપંચી રાજપુરુષો, એ ભય અને શંકાવાળી પરિસ્થિતિનો લાભ લઈ પોતાના વર્ચસ્વને અબાધિત રાખી શકતા.
૧૫૦
દંડક રાજાનો પુરોહિત પાલક એવો જ એક ખટપટી અને દ્વેષીલો દરબારી હતો. સ્કંદક મુનિની, રાજા દંડક ઉપર જરૂર છાપ પડવાની અને ઓછી બુદ્ધિવાળો રાજવી ચાલતી આવેલી વ્યવસ્થા પલટાવવાનો એમ આ પુરોહિતને લાગ્યું. એને પોતાના સ્વાર્થની ચિંતા તો હતી જ, પણ સ્કંદક મુનિની અસર નીચે મુકાએલા રાજવી અને તેની રાણી-પુરંદરયશા નવી સમસ્યાઓ ઊભી કરશે એવી એને બીક લાગી. એટલે સ્કંદક મુનિના આગમન સાથે જ દંડક એને પોતાનો હાડવેરી માનવા પ્રેરાય એવી પ્રપંચજાળ એણે કુટિલતાથી પાથરી દીધી. કાવતરા અને પ્રપંચમાં જ રચ્યાપચ્યા રહેતા આ પુરોહિતને આવી મેલી યુક્તિઓ સહેજે સૂઝી આવતી.
સ્કંદકાચાર્યના આગમનને દિવસે જ પુરોહિતે, દંડક રાજા સાથેની વાતચીતમાં કહ્યું : “રાજન્ ! સ્કંદકમુનિ ધર્માચાર્ય છે એ વાત ખરી, પણ મને હજી એમને વિષે પૂરો વિશ્વાસ નથી બેસતો. સંભવ છે કે મારી પોતાની એમાં ભૂલ થતી હોય. મહારાણી પુરંદરયશાના એ સગા ભાઈ છે એટલે એમનું પૂરું સન્માન તો થવું જ જોઈએ. હું એમાં વિરોધ કરવા નથી માગતો, પણ રાજનીતિ બહુ અટપટી વસ્તુ છે. એક પગલું ભૂલીએ તો સર્વસ્વ હારી બેસીએ.''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org