________________
૧૪૮
અર્પણ + ક્ષમાશ્રમણ કુંદક મુનિને પોતાની પુરંદરયશા બેન કોઈ કોઈ વાર યાદ આવતી. સંસારના બીજા સ્નેહતંતુ લીલામાત્રથી તોડનાર આ મુનિ, નાની બેનની સ્મૃતિનો સૂક્ષ્મ તાર હજી છેદી શક્યા નહોતા. ભગવાન મુનિસુવ્રતસ્વામી, અંદક મુનિની વિનતિ સાંભળી ઊંડા વિચારમાં પડી ગયા.
જવામાં હરકત નથી, પણ ત્યાં તમને પ્રાણાંતિક કષ્ટ થશે.”
મુનિને વળી કષ્ટ કેવાં ? જેણે કષ્ટ કે આપત્તિને ખુલ્લા પડકાર ફેંક્યા હોય, વિધ્વ કે ઉપસર્ગને પણ વહાલા મિત્રની જેમ ભેટવાની જેની તૈયારી હોય, પરિસહોને સાવ સત્ત્વહીન બનાવવાની કલા જેમને વરી હોય તે એવા પ્રાણાંતિક કષ્ટના ભયથી પાછી પાની તો કેમ જ કરે ? આફતમાત્રને સત્કારનાર અંદક મુનિએ જાણવા માગ્યું.
હું કસોટીમાં પાર ઉતરીશ કે ગાંજી જઈશ ? પ્રભુ !” તમારા સિવાય બાકીના બધા શિષ્યો તરી જશે.”
સ્જદક મુનિ મનમાં બોલ્યા : “માત્ર હું એકલો જ ગાંજી જઈશ, એમ જ ને ? મારા શિષ્યો તરતા હોય અને હું ડૂબતો હોઉં તો પણ હરકત નહિ : નવેસરથી ઝૂઝીશ. પોતાના સામર્થ્યની જેની પ્રતીતિ થઈ ચૂકી હોય તેને નિરાશા શું કરી શકવાની હતી ?
પોતાના મનને કંઇક મુનિએ એ રીતે મનાવ્યું તો ખરું, પણ પોતાના શિષ્યો તરશે અને માત્ર પોતે જ કેમ ડૂબશે એ એમને ન સમજાયું. ચિંતાની એક નાની વાદળી એમની તેજસ્વી મુખમુદ્રાને જરા સ્નાન કરીને ચાલી ગઈ.
ભગવાન મુનિસુવ્રતસ્વામીને અંદક મુનિએ કહ્યું : “પ્રાણાંત કષ્ટ થવાનું હોય તો ભલે થતું. જે નિર્માણ થઈ ચૂક્યું છે તે મિથ્યા ન થાય. અને આપનાં વચનો વિષે મને પૂરી શ્રદ્ધા છે. મારી સહાયથી મારા શિષ્યો આરાધક બનશે–જીવનને સાર્થક કરી જશે એટલી પ્રતીતિ મને બસ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org