________________
અવંતી સુકુમાલ
૧૯૩
ગત જીવનના સંબંધો અને ખેંચાણો હજી ભૂલી શકયો નથી. આચાર્યે ખુલાસો કર્યો :
“મને જાત-અનુભવ તો નથી : હું માત્ર શાસ્ત્રીય પાઠની પુનરાવૃત્તિ જ કરતો હતો. શાસ્ત્ર એ જ અમારી આંખ છે. એ આંખ જેની ઊઘડે છે તેને કોઈ સમસ્યા મૂંઝવી શકતી નથી.''
‘‘શાસ્ત્ર વર્ણવેલું સ્વરૂપ, જાણે મારા અનુભવોનું નિર્મલ પ્રતિબિંબ હોય એમ જ લાગે છે. આપે ઉચ્ચારેલું નલિનીગુલ્મનું સ્વરૂપ અક્ષરશઃ સત્ય છે. મારા મનમાં હવે એ વિષે કંઈ જ અસ્પષ્ટતા નથી રહી. શાસ્ત્રની આંખે જોનારાઓ, વસ્તુતઃ અનુભવીની આંખે જ નિહાળે છે. શ્રદ્ધા એ નિર્મળ દૃષ્ટિનો જ પ્રકાર છે. પણ હું આડી વાતે ઊતરી ગયો. મારે આપને જે પૂછવાનું છે તે એ જ કે ફરી એ નલિનીગુલ્મમાં જવાનો કોઈ રાજમાર્ગ આપ મને
બતાવી શકશો ?'
છેલ્લી યાચના કરતા અવંતી સુકુમાલના કોમળ કંઠમાં દીનતાનો ભાવ તરી આવ્યો. દેહાંતદંડની સજા પામેલો અથવા તો અંધકારમય કારાગારના ભોંયરામાં રીબાતો બંદીવાન જેમ પ્રાણદાન અથવા છુટકારો માગતાં કરગરે તેમ સુકુમાલ પણ નલિનીગુલ્મમાં જવા કરગરતો હોય એમ જણાયું.
સુસ્થિતાચાર્ય જવાબ આપવા જતા હતા એટલામાં અવંતી સુકુમાલ વચ્ચે જ બોલી ઊઠ્યો : “ભગવન્, આપને આશ્ચર્ય થશે, પણ હું આ ઊભરાતા ઐશ્વર્ય, વૈભવ અને અહોનિશ મારી આસપાસ ભજવાતી રાસલીલાથી કંટાળી ગયો છું. મહાસાગરની મોજ માણનારને જાણે કે નાનું ખાબોચિયું મળ્યું હોય એમ મને લાગે છે. આકાશમાં વિહરનારને કોઈએ સોનાના સળિયામાં પૂરી રાખ્યો હોય એવું દર્દ અનુભવું છું. આત્મા ઘણીવાર રડી ઊઠે છે અશ્રુ કોઈથી જોઈ શકાતાં નથી.’’
-
માત્ર એનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org