________________
અવંતી સુકુમાલ
બેટા, જાણી જોઈને જ તને એ વાત નથી કરી. આપણા આચાર્ય સુસ્થિતજી અહીં તીર્થયાત્રાએ પધાર્યા છે. જ્ઞાન-વિરાગની એટલી ઉન્નત કોટીએ પહોંચેલા એમના જેવા ધર્માચાર્ય આજે બીજા નહિ હોય. નિસ્પૃહતા અને વિરાગ-નિર્મળ અંતરમાંથી જે વાણી નીકળે તે એટલી જ ગંભીર અને હૃદયંગમ હોય છે. પણ તારે એવી વાતોમાં પડવાની જરૂર નથી. તું તારે નિરાંતે સૂઈ જા.
""
માતા ભદ્રાની વાત સાંભળી, અવંતી સૂકુમાલ પોતાના સ્થાને આવ્યો તો ખરો. પણ એને શાંતિ ન વળી. એ તો આચાર્ય પાસેથી પૂરી વિગત જાણવા માગતો હતો.
૧૯૧
બત્રીસ સહચારિણીઓને પોતાના મનની મૂંઝવણ કહેવાનો સંકલ્પ સૂકુમાલે કર્યો. પણ વાણીના વ્યર્થ વ્યય સિવાય બીજું કંઈ પરિણામ નહિ આવે એમ ધારી એણે પોતાની વ્યાકુળતા મનમાં જ શમાવી દીધી. ચતુર કુલનારીઓ પણ સમજી ગઈ કે આજે સુકુમાલ ઉલ્લાસમાં નથી. ઘણીવાર ઉદ્વેગના આવા ઓળા આ અંતઃપુરમાં ઊતરતા. બીજે દિવસે એ અદૃશ્ય બની જતા. સુકુમાલ ગમે તેવો પણ આનંદપુત્ર હતો. ઉદ્વેગને એ પોતાની શક્તિથી ઓગાળી દેતો.
આખું અંતઃપુર નિદ્રાના ખોળામાં પડયું, ત્યારે અવંતી સુકુમાલ પોતાના નિર્ણય પ્રમાણે શય્યામાંથી ઊઠીને બહાર આવ્યો. રાત્રીનો બીજો પ્રહર ચાલતો હોવો જોઈએ એમ એને થયું.
વચ્ચે કયાંય રોકાયા સિવાય એ સીધો સુસ્થિત-આચાર્ય પાસે પહોંચ્યો. આચાર્યને પણ અવન્તી સુકુમાલ જેવો સુખશય્યામાં ઊછરનારો યુવાન આટલી મોડી રાત્રીએ પોતાની પાસે આવ્યો જાણી આશ્ચર્ય થયું.
સ્વાભાવિક વિનય અને નમ્રતાપૂર્વક, સુકુમાલે પૂછ્યું; ‘‘ભગવન્, આપ હમણાં જે વિગત વર્ણવતા હતા તે આપના પોતાના તાજા અનુભવની વાત છે ?’’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org