________________
અર્પણ + ક્ષમાશ્રમણ
વાત તો સમજાય છે : સ્વપ્નદર્શીઓના લોકાલોક એવા જ હોય પણ માત્ર અનુમતિ બતાવવા સિવાય બીજો કોઈ ખુલાસો આ યુવતીઓ આપી શકતી નથી. ભદ્રા માતા જે વાત ઘણીવાર કહેતા કે મારો અવંતી આ વિશ્વનો નથી - એ કોઈ જુદી જ દુનિયાનો છે’ એ વાત આવે વખતે આ વધૂઓની સ્મૃતિમાં તાજી થતી.
૧૯૦
અવંતીની મૂંઝવણનો પણ પાર નહોતો. એ સમજાવવા માગતો તે યોગ્ય શબ્દોમાં કહી શકતો નહિ. સ્વપ્નલોકની તમામ વાતોને વાણીમાં ઉતારવાનું એનામાં સામર્થ્ય નહોતું, એટલે જ તે થોડું બોલીને પાછો પોતાની સ્વપ્નસૃષ્ટિમાં ડૂબી જતો.
એક દિવસે અવંતી સુકુમાલ આવા જ આકાશી વિશ્વની કલ્પનાલહરી ઉપર તરતો હતો. એટલામાં પાસેના એક મકાનમાંથી કોઈના શબ્દો સંભળાયા. દિવસનો કોલાહલ શમી ગયો હતો. સંધ્યાની શાંતિમાં એ મધુર શબ્દો રૂપેરી ઘંટડીની જેમ રણઝણી રહ્યા હતા.
સ્વરો અપરિચિત હતા, પણ એ અપરિચિત શબ્દોમાં જે ભાવ ભર્યો હતો તે અવંતી સુકુમાલને અપૂર્વ લાગ્યો. એને એમ જ થયું કે મારાં સ્વપ્નો જે મને પોતાને જ પૂરાં નથી સમજાતાં તેને કોઈએ શબ્દમાં બરાબર પકડી લીધાં છે. આ શબ્દનો ઉચ્ચારનારો કોઈ પૂરો અનુભવી હોવો જોઈએ.
અવંતી-સુકુમાલે, જે દિશામાંથી શબ્દો આવતા હતા તે દિશા તરફ કાન માંડ્યાં. થોડા જ સમયમાં એની ખાત્રી થઈ કે : ‘‘મારું અગમ્ય વિશ્વ આ વક્તાની હથેલીમાં જ રમતું જણાય છે. બરાબર મારા જ અનુભવોની વાત એ ઉચ્ચારે છે.’
ભદ્રા માતા પાસે જઈને અવંતી સુકુમાલે પૂછ્યું : “માજી, આપણા આ પાસેના ખંડમાં કોણ છે ? એમની વાણીમાં આવી અપૂર્વતા અને સચોટતા કેમ લાગે છે ?’'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org