________________
૧૯૪
અર્પણ + ક્ષમાશ્રમણ
વૈભવની વચ્ચે પણ તમે આવી તીવ્ર વેદના અનુભવો છો એ જ બતાવી આપે છે કે તમે મૂચ્છિત નથી બન્યા. પામર માણસ તો આવા ભોગોપભોગમાં પત્થરની જેમ ડૂબી જ જાય - તળિયે જઈને બેસે, એના ઉદ્ધારની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.” આચાર્યની આ વાણી સાંભળતાં સુકુમાલને થયું કે પોતે દીન-દુર્બળ નથી. વિતાવેલા સુખમય દિવસોની સ્મૃતિમાં તેમજ બની શકે તો એ સ્થિતિ ફરી વાર મેળવવામાં લજજા કે સંકોચ સેવવાની જરૂર નથી.
નલિનીગુલ્મ-દેવલોકમાં જવું હોય તો સંયમ અને તપ સિવાય, તમે જ વિચાર કરો, કે બીજો કયો રાજમાર્ગ છે ? જો કે દેવલોકનાં સુખ-વૈભવ મુક્તિના આનંદ પાસે કંઈ વિસાતમાં નથી, અને ખરા સાધકો તો મુક્તિની પાછળ સર્વસ્વ સમર્પી દે છે.” સુસ્થિત-આચાર્ય સુકુમાલને વધુ ઉપાદેય માર્ગ બતાવવાનો પ્રયત્ન કર્યો.
પરંતુ સુકુમાલને આજે તો નલિનીગુલ્મની જ તાલાવેલી જાગી હતી. નલિની ગુલ્મ એ જ એની ધ્યાન-ધારણાની અને છેલ્લી સફળતાની વસ્તુ બની હતી. ઘણા વખતની ખોવાએલી વસ્તુ જાણે નલિનીગુલ્મ-દેવલોક હોય એમ એનું અંતર સતત પોકારતું હતું.
“મારે કોઈ પણ ભોગે એ દેવલોકમાં જવું છે. મને માર્ગ બતાવો.” અર્ધ નિદ્રામાં બોલતો હોય તેમ સુકુમાલ બોલ્યો.
“બસ. મેં કહ્યું તેમ તપ-સંયમ-સ્વાર્પણ સિવાય બીજો માર્ગ નથી.” આચાર્યે જાણે કે રોગીને છેલ્લું મહૌષધ આપ્યું.
એ જ રાત્રીએ અવંતિ સુકુમાલ કોઈને કહ્યા વિના, મહેલનો ત્યાગ કરીને એકલો ચાલી નીકળ્યો. ઉજ્જૈનીના નિર્જન-સૂમસામ રસ્તાઓ ઉપર થઈને સુકુમાલ ઉઘાડે પગે ચાલ્યો જાય છે. રસ્તાઓની પણ એને પૂરી ખબર નથી. અત્યારે કોઈ પૂછે કે :
આમ ક્યાં ચાલ્યા ?” તો સુકુમાલ કંઈ સંતોષકારક જવાબ ન વાળી શકે. વસતીથી દૂર-દૂર નાસી છૂટવા સિવાય એ વધુ કંઈ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org