________________
૧૯૨
અર્પણ + ક્ષમાશ્રમણ આચાર્યને સુકુમાલ સાથે પ્રથમનો કોઈ સંપર્ક નહોતો. રાત્રીની એકાંતનો લાભ લઈને એ જયારે આવ્યો છે ત્યારે તે કોઈ ભારે મનોમંથન અનુભવતો હોવો જોઈએ એમ એમને થયું. શ્રમણ જીવનમાં આવા પ્રસંગો વિરલ નહોતા. જે સમાધાનો, સંસારી જીવોને બીજા કોઈ પાસેથી ન મળે તે આ ભવરોગના વૈદ્યો-શ્રમણો પાસેથી મળી જતા. સમસ્ત વિશ્વની ઘટમાળ, કાર્યકારણની અખંડ અને અનંત શૃંખલા આ શ્રમણોની હથેલીમાં સમાઈ જતી. - આચાર્યે હમણા જ નલિની ગુલ્મ વિમાનના સ્વરૂપ વિષે શાસ્ત્રપાઠની પુનરાવૃત્તિ કરી હતી. અવંતી સુકુમાલનો પ્રશ્ન પણ એ પાઠ પરત્વે જ હોવો જોઈએ, એવું આ દેશ-કાળના પારદર્શી પુરુષે અનુમાન કર્યું. '
તમે નલિની ગુલ્મ વિમાનના સ્વરૂપ વિષે પૂછવા માંગો છો?”
સુકુમાલે, પ્રથમ જ્યારે આચાર્યને આ વિમાન વિષે બોલતાં દૂરથી સાંભળ્યા હતા ત્યારે એને પણ નલિનીગુલ્મનું જ આછું સંસ્મરણ થઈ આવ્યું હતું. આચાર્ય જયારે સ્પષ્ટ શબ્દોચ્ચાર કર્યો ત્યારે સુકુમાલની આંખ આડેનો પાતળો પડદો જાણે કે સરી પડ્યો.
“આચાર્યદેવ ! નલિનીગુલ્મનો ઉચ્ચાર માત્ર મને રોમાંચથી ભરી દે છે ! નામ તો મને અજાણ્યું હતું, પણ એનું સમગ્ર સ્વરૂપ એક પળવારને માટે પણ મારાથી અગોચર નથી રહ્યું : કોઈને કહી કે સમજાવી શકતો નથી પણ નલિની ગુલ્મનો વૈભવ, ઐશ્વર્ય રાતદિવસ મારી કલ્પનાને જકડી રાખે છે. નલિનીગુલ્મની સ્વપ્નસૃષ્ટિ પાસે આ સંસારના સઘળા વિષયો તુચ્છ-તૃણવત્ અને દાંભિક લાગે છે. હા, પણ મૂળ વાત તો રહી જ ગઈ આપે એ નલિનીગુલ્મના ઐશ્વર્યનો કેવોક અનુભવ કર્યો છે ?”
નલિનીગુલ્મમાંથી જ આ જીવ સીધો ઉજ્જૈનીમાં ભદ્રા માતાની કૂખમાં અવતર્યો છે એવો આચાર્યશ્રીએ પોતાના મનમાં નિશ્ચય કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org