________________
૧૫
અર્પણ + ક્ષમાશ્રમણ પાતળા પડદા નીચે છુપાવી રાખી હતી તે એકાએક પ્રજળી ઊઠી.
“આપ ભૂલી ગયા હશો પણ મને યાદ છે : સ્કંદકના પિતા મહારાજા જિતશત્રુ પાસે, પુરંદરયશાનું માગું કરવા હું જ ગયો હતો. એ વખતે મને અંદકકુમારનો જે પરિચય થયેલો તે ઉપરથી મને લાગે છે કે એ કોઈ પણ રાજતંત્રને માટે ભયરૂપ છે.” પુરોહિત પાલકના શબ્દોમાં જૂના વેરનો હુતાશ છૂપો ન રહી શક્યો.
એટલે અંદકમુનિના આગમનના સમાચાર સાથે જ તમને એમને વિષે શંકા થએલી અને એ શંકા જ તમને એટલી હદે અવિશ્વાસુ બનાવે છે, ખરું ને ?”
પાલક હવે પ્રશ્નોના જવાબ આપીને થાક્યો હતો. આવેશ અને આજ્ઞાથી જ કામ લેવાને ટેવાયેલા આ રાજપુરોહિતે ઉશ્કેરાટ સાથે કહેવા માંડ્યું :
મહારાજ ! શંકા કે અવિશ્વાસની વાત જ નથી. મેં પોતે પૂરતી તપાસ કરાવી છે અને મને ખાત્રી થઈ છે કે કુંદકનું આગમન એક મોટામાં મોટું અમંગળ છે. એ અમંગળને ઉદ્યાનમાંથી જ પાછું વાળવું જોઈએ.”
સ્કંદકનું કાલ્પનિક ચિત્ર, પાલકને ભયકંપિત કરતું હોય એમ એની અત્યારની વાત સાંભળનારને લાગે. દંડકના એક વધુ પ્રશ્નના જવાબમાં એણે કહી દીધું કે : “મહારાજ, ચાલો મારી સાથે, ઉદ્યાનમાં જ્યાં કુંદકમુનિ ઊતર્યા છે ત્યાં : ત્યાં હું તમને દાટી રાખેલાં છૂપાં શસ્ત્રોનો ભંડાર બતાવીશ : તમોને પણ ખાત્રી થશે કે સ્કંદકમુનિ, સાધુના વેષમાં ખુલ્લો બળવાખોર જ છે.”
એ પછી પાલક, સ્કંદ મુનિ પોતાના પાંચસો શિષ્યોના પરિવાર સાથે જ્યાં ઊતર્યા હતા તે ઉદ્યાનમાંથી તલવારો-ભાલા-બરછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org