________________
૧૮૩
ગજસુકુમાલ
રાખવાના પ્રયત્ન તો ઘણા કર્યાં પણ ગજસુકુમાલને એમ જ લાગ્યું કે એનું ખરું સ્થાન, છ ભાઈઓ પાસે છે. જે માર્ગે એ છ ભાઈઓ ગયા તે જ માર્ગ એને માટે પ્રથમથી જ નિર્માઈ ચૂક્યો છે.
ગજસુકુમાલ જેવા કિશોરો-યુવાનો અને પ્રૌઢોની એ યુગને જરૂર હતી. માતાની ગોદ કરતાં પણ યુગના આહ્વાનમાં સુકુમાલને વધુ ખેંચાણ લાગ્યું.
દેવકી માતાએ પણ આખરે દુરાગ્રહ તજી દીધો. આઠ વર્ષના સુકુમાલને ત્યાગના માર્ગે જવાની અનુમતિ આપી. તાજી પરણેલી પોતાની આઠ સ્ત્રીઓ પાસેથી પણ સુકુમાલે વિદાય લઈ લીધી.
વૈભવ અને ભોગૈશ્વર્યથી કંટાળેલા ગજસુકુમાલને હવે સ્મશાન જેવું બીજું કોઈ સ્થાન નથી ગમતું. તે મોટે ભાગે સૂના સ્મશાનમાં જ રાત્રીનો સમય કાયોત્સર્ગ કરીને નિર્ગમે છે. ભય કે ઉપદ્રવ સૂકુમાલને ડરાવી શકતા નથી. સ્મશાન જેવી વિરાગની બીજી કઈ શાળા છે ?
એક દિવસે ગજસુકુમાલ, સ્મશાનમાં કાયોત્સર્ગ કરીને ઊભા હતા. એવામાં અચાનક જ સોમીલ બ્રાહ્મણ ત્યાં થઈને નીકળ્યો. આ સોમીલ સુકુમાલનો સંસારી અવસ્થાનો શ્વસુર હતો. એણે જ પોતાની કન્યાઓ આ ગજસુકુમાલને પરણાવી હતી.
સુકુમાલના આવા ત્યાગ અને સંકલ્પબળ ઉપર સોમીલે ખરું જોતાં તો ભક્તિભીની અંજલિ જ અર્પવી જોઈએ. પોતાનો જે જમાઈ રાજપ્રસાદના ઠગારા ઐશ્વર્યને તિલાંજલી આપી આત્મહિત સાથે વિશ્વકલ્યાણ સાધવા ઉગ્ર સાધના કરી રહ્યો છે તેની ચરણરજ લઈ કૃતાર્થતા અનુભવવી જોઈએ તેને બદલે રૂંવે રૂંવે ક્રોધની જવાળા પ્રકટી.
સોમીલ ગજસુકુમાલને જોઈને અવળા જ વિચારે ચડે છે. એને જાણે કે કોઈ કહે છે કે સુકુમાલ ઢોંગી છે. પોતાની પરિણીતા સ્ત્રીઓને રીબાવવા માટે જ આ વેષ લીધો છે. રાજમહેલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org