________________
૧૮૪
અર્પણ + ક્ષમાશ્રમણ
ઉછરનાર અને માતા તથા બંધુના છલકાતા સ્નેહમાં નિરંતર સ્નાન કરનાર આ કિશોરને વિરાગ સંભવે જ શી રીતે ? સંસારનો આ રીતે ત્યાગ કરવાનો એણે જો ખરેખર જ નિશ્ચય કર્યો હતો તો પછી ભોળી કન્યાઓને છેતરવાની શી જરૂર હતી ? સાચે જ દંભી અને પાખંડી છે. મારો જમાઈ છે એથી શું થઈ ગયું ? જેણે મારી પુત્રીઓની દયા ન ચિંતવી તેની દયા મારે શા સારુ રાખવી ?
કયાંય સુધી વેરના વિચાર-ચકરાવે ચડેલ સોમીલને શું કરવું તે ન સમજાયું. વચ્ચે વચ્ચે સુકુમાલની બાલીશતા એના અનુકંપાના તાર ઝણઝણાવી જાય છે : “પોતાની ભૂલ સમજાશે, એટલે પાછો ઘરભેગો થઈ જશે' એવો વિચાર આવતાં સોમીલ થોડું સાંત્વન મેળવે છે.
એટલામાં સ્મશાનની એક બાજુ એક મૃતદેહને બળતો જોઈ સોમીલ વિચાર કરે છે : “મારો જમાઈ-મારી વહાલી કન્યાઓનો વિશ્વાસઘાતક આ સુકુમાલ પણ મૃત્યુ પામ્યો છે એમ જ મારે તો માનવું જોઈએ. આજે તો એને મારા સગા હાથથી જ અગ્નિદાહ આપું.”
પુત્રીઓના વૈધવ્યની કલ્પના આવતાં ખીજાયેલા ચિત્તા જેવો સોમીલ ત્યાંથી ઊઠે છે. માટીની. એક ઠીબમાં, સળગતી, ચિતામાંથી થોડા ધગધગતા અંગારા લઈ આવે છે અને ગજસુકુમાલના અડોલ મસ્તક ઉપર સ્થાપે છે.
આગની ઊની આંચ લાગતાં જ, સોમીલને ઢોંગી જેવો દેખાતો સુકુમાલ ધ્રૂજી જશે, કદાચ પોતાની પાસે પસ્તાવો પણ કરશે એવી એણે આશા રાખી હશે. લાલચોળ બનેલી ઠીબનો સ્પર્શ થતાં સુકુમાલના દેહે આરંભમાં વીજળીના ઝટકા જેવો આંચકો તો અનુભવ્યો, પણ જેણે દેહના મમત્વનો ત્યાગ કર્યો હોય, દેહ કે મનના સંવેદન અથવા સંક્ષોભને વોસરાવી દીધા હોય તેને બળતા અંગારા પણ પરમ સુહૃદ જેવા જ લાગે. અંગારાના આ તાપે સુકુમાલના અંતરના ઊંડાણમાંથી ઉપશમનો સ્રોત ઉભરાવ્યો. જે ક્ષમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org