________________
ગજસુકુમાલ
૧૮૫ ને ઉપશમના પ્રવાહ આડે પર્વત સમા અંતરાયો ઊભા હતા તે અંતરાયોને, બળતા અંગારાએ પળવારમાં ભસ્મીભૂત કરી દીધા.
સુકુમાલના મસ્તકને સેકાતું જોઈને સોમીલને સંતોષ થયો હશે? એ આમ સુકુમાલની સામે તાકીને શું જોતો હશે? અંગારાથી ભરેલી ઠીબ હમણાં જ ઢળી પડશે-પોતાની મહેનત નકામી જશે એવી કોઈ ચિંતા સોમીલને વિહ્વળ બનાવતી હશે ?
થોડીવારે સોમીલ ત્યાંથી પાછો ફર્યો. ઠીબ નીચે ન પડી જાય એટલા માટે થોડો ગારો શોધી કાઢીને ઠીબ નીચે એવી રીતે ગોઠવ્યો કે ઠીબ ઢળી ન પડે. સાચે જ જાણે કે શ્વસુર પોતાના જમાઈને માથે અંગારાનો મુકુટ પહેરાવતો હોય ના ?
ગજસુકુમાલને માટે એ જીવલેણ ઉપસર્ગ હતો. પણ એમણે આત્માના પૂરા સામર્થ્ય સાથે, નિર્મળ ઉપશમ કલ્લોલ સાથે સામનો કર્યો : એ જ રાત્રીએ ગજસુકુમાલે જીવનની છેલ્લી સિદ્ધિ મેળવી લીધી. એમને કેવળજ્ઞાન ઊપજયું.
સોમીલ, જે એમ માનતો હતો કે વેર લેવાથી પોતાને નિરાંત વળશે તે પોતાના દુષ્ટ કૃત્યથી હજારો સર્પદંશની વેદના અનુભવી રહ્યો. બીજે જ દિવસે એ પણ બહુ જ બૂરા હાલે-ભયથી ઉન્મત્ત બનીને મૃત્યુ પામ્યો.
વળતે દિવસે શ્રીકૃષ્ણ, નેમિનાથ ભગવાન પાસે નમીને બેઠા, અને આસપાસ દષ્ટિ કરવા છતાં ગજસુકુમાલ ન દેખાયા, એટલે સહેજે એમણે પૂછ્યું : “ગજસુકુમાલજી કેમ નથી દેખાતા ?”
એ તો, ગઈ કાલે જ એમના શ્વસુરની સહાયથી, માનવજીવનની છેલ્લી સિદ્ધિને વર્યા.” નેમિનાથ ભગવાને ટૂંકામાં જ ખુલાસો કર્યો. પણ એ ખુલાસો સાંભળતાં પોતે અનામત મૂકેલી મહામૂડી ગુમાવી દીધી હોય એમ કૃષ્ણને લાગ્યું. દેવકી માતાને જ્યારે આ સમાચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org