________________
૧૫૬
અર્પણ + ક્ષમાશ્રમણ અનિમેષ નયને એને ઘડીભર જોઈ રહે છે : “ આજે જો આ યુવાન સાધુસમુદાયમાં ન હોત તો કોઈ અંતઃપુરની અંદર અત્યારે ઊંઘતો હોત. માતા અને બહેનોનો લાડીલો આ જુવાન, કંઈ કંઈ સોનેરી સ્વપ્નો જોતો હોત ! એની શાંત નિદ્રામાં ખલેલ પાડનાર દાસ-દાસી ઉપર, યુવાનની માતા કેવો કૃત્રિમ રોષ વરસાવતી હોત ! આજે એને ઘાણીમાં પીલાવાનો પ્રસંગ પ્રાપ્ત થયો છે ! રે કર્મ !”
વજ જેવા હૈયાવાળા અને અંગત કષ્ટની સામે મેરુની જેમ અચળઅડગ રહેનારા સ્કંદક મુનિનું હૃદય જોરથી ધબકી રહ્યું : શક્તિનો જે સંચય કરી રાખ્યો હતો તે હજારો છિદ્રો વાટે ઝમી જતો હોય એમ લાગ્યું. એમને થયું કે : “આ કુમાર-શ્રમણની રિબામણી મારાથી નહિ જોઈ શકાય ! એની પહેલાં હું જ પિસાઈ જઉં એ ઠીક છે.”
પુરોહિત પાલક ત્યાં જ ઊભો હતો. સ્કંદકાચાર્ય પોતાને માટે દયા કે કૃપા માગવાને જરાય ટેવાયેલા નહોતા. જીવનના ક્ષણિક સુખ માટે કોઈની આગળ અનુકંપાની ભિક્ષા માગવી એને તેઓ શ્રમણધર્મની ગૌરવહાનિ લેખતા. છતાં છેલ્લે છેલ્લે એક વિનતી કરી લેવાનું મન થયું ? એમણે પુરોહિતની સામે જોઈને કહ્યું : “આ યુવાન મુનિને મારી પાછળ રહેવા દો : મારો અંતરાત્મા કદાચ એની મૌન વેદનાથી કકળી ઊઠશે.”
પણ પાલક અહીં દયા વર્ષાવવા નહોતો આવ્યો. એ તો મુનિઓને વધુમાં વધુ વેદના કેમ થાય તેના જ ઉપાય ચિંતવતો હતો. આચાર્યના હૃદયમાં, યુવાન મુનિના બલિદાનથી ફૂલ ભોકાય છે એમ જોઈને એને વધુ આનંદ થયો. ફૂલને હજી વધુ ઊડે ભોકતો હોય તેમ તે બોલ્યો :
કમમાં કાંઈ ફેરફાર નહિ થાય !”
આ શબ્દો અંદક મુનિને ધગધગતા અંગારા જેવા લાગ્યા. ક્ષમા અને ઉપશમનો ઉપદેશ આપી સેંકડો શ્રમણોને તારનાર આ મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org