________________
અર્પણ + ક્ષમાશ્રમણ
પહોંચ્યો તેમ તેમ આખું વાતાવરણ બદલાઈ ગયું હોય,પોતે કોઈ દેવમંદિરમાં આવ્યો હોય અને સામે શ્રમણના રૂપમાં કરુણામૂર્ત્તિ બેઠી હોય એમ નંદિષણને લાગ્યું.
૧૦૨
ભક્તિભાવે માથું નમાવી નંદિષેણે શ્રમણને વંદન કર્યું તો ખરું, પણ પ્રાથમિક વિધિ થઈ ગયા પછી પોતાની દુઃખભરી કથા કેમ કહેવી તે એને ન સમજાયું. શ્રમણ એની મનની મૂંઝવણ કળી ગયા. નંદિષણના નિસ્તેજ મોં અને એવી બીજી રીતભાત ઉપરથી આ માણસ સંસારથી કંટાળીને અહીં સુધી આવ્યો હશે એવું એમણે અનુમાન કર્યું : નંદિષણને દ્વિધાગ્રસ્ત જોઈને શ્રમણે જ પૂછ્યું : ‘કંઈ બહુ દુ:ખ વેઠ્યું લાગે છે ! આટલી નાની ઉંમરમાં એવી શી આફત આવી પડી?'
‘‘ભગવન, આફતમાં જ જન્મ્યો છું આફતમાં જ ઊછર્યો છું. રાતદિવસ કાળી મજૂરી કરવા છતાં કોઈએ મારી કદર નથી કરી. હવે તો આત્મઘાત કરવાનો નિર્ણય કર્યો છે.'' નંદિષણે ટૂંકામાં પોતાની પરિસ્થિતિ વર્ણવી.
નંદિષણની અથથી ઇતિ સુધીની આપવીતી સાંભળ્યા પછી શ્રમણે આત્મઘાતની વ્યર્થતા સમજાવી. એમણે કહ્યું કે જેઓ અવિચારી હોય છે તેઓ જ આત્મઘાતને બંધનમુક્તિનો માર્ગ માની, વધુ ભીષણ બંધનોની વચ્ચે સપડાય છે. નંદિષણને ઉદ્દેશીને એમણે છેવટે કહ્યું :
“અને તમે તો પરમ સહનશીલ અને પુરુષાર્થી છો. જે પોતાના દેહની પરવા કર્યા વગર બીજાનાં સુખ-સગવડ માટે આવો મોટો ભોગ આપી શકે તેને અભાગી કોણ કહે ? અલબત્ત, તમે જે આશા કે કામના રાખી હશે તે નહિ ફળી હોય, પણ એવી સફળતા કે નિષ્ફળતા ઉપરથી ભાગ્ય-અભાગ્યનો છેલ્લો આંક ન કઢાય. માનવદેહની પ્રાપ્તિ એ જ છેલ્લામાં છેલ્લી કોટીનું સૌભાગ્ય નથી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org