________________
નંદિષેણ.
૧૦૦ અપેક્ષા રાખે છે, જેની ઉગ્ર વાળા બહાર ન દેખાય છતાં વિકૃતિના અંકુર માત્રને ડાંભી દે.
નંદિપેણ મૂળ બ્રાહ્મણ કુળના હતા. શરીરશુદ્ધિને સર્વોપરી માનનારા હતા. એમને આ મળપરિસહ અસહ્ય લાગે એ સ્વાભાવિક છે, પરંતુ જે સાચો સેવક થવા માગે - અશક્ત તેમજ બીમાર, અસહાય તેમજ અપંગ સંત-સાધુઓ-શ્રમણોની સેવા દ્વારા પોતે નિર્મળ બનવા માગે છે તેને સૂગ, દુર્ગુણ કે ધૃણા ન પોસાય. નંદિષણ સેવાભાવી સાધકોના શિરોમણીરૂપે પંકાયા.
જે શ્રમણ નંદિપેણની પરીક્ષા કરવા આવ્યા હતા તેમણે પોતાનું સ્વરૂપ અંતે ખુલ્લું કરી બતાવ્યું. નંદિપેણની સિંહવિક્રમ સમી સેવાસુશ્રુષાપરાયણતા જોઈ ખૂબ પ્રસન્ન થયા.
આટઆટલી શાંતિ અને ધીરતાનો ધણી, હજી પોતાની કુરૂપતાને લીધે એક કાળે કન્યાઓએ કરેલા તિરસ્કારને ભૂલી શક્યો નહોતો. પરમ સૌંદર્યના સ્વામી બનવાની-કામદેવ સમોવડી બનવાની એની વૃત્તિ હજી નિર્મલ નહોતી બની. એ વૃત્તિ નંદિપેણને ભવભ્રમણ તરફ ખેંચી ગઈ.
આ જ નંદિષણ ભવાંતરે સોરીપુરમાં અંધકવિષ્ણુ રાજાને ત્યાં રૂપરૂપના અંબાર સમા વસુદેવ તરીકે જન્મ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org