________________
ગજસુકુમાલ - [૬] માતા દેવકી ઘરકામથી પરવારી ઊંચી ઓશરી ઉપર અમસ્થા ઊભાં હતાં, એટલામાં બે શ્રમણોને પોતાના મહેલ તરફ મંદગતિએ આવતાં જોયા. જોતાં જ દેવકી માતા થીજી ગયાં : કારકાની શેરીને અજવાળતું આવું પુણ્ય તેજ આ પહેલાં એમણે કદી નહોતું જોયું.
માતા દેવકી એટલે શ્રીકૃષ્ણની જનની. વિશ્વની એક અનુપમેય સૌંદર્યમૂર્તિ સરજનાર માતાને ખંભિત કરી દે એવી તે કઈ વિશેષતા આ બે યુવાન શ્રમણોમાં હશે? દેવકી અનિમેષ નયને એ બે સાધુઓને પોતાના મહેલ પાસે આવતા કયાં સુધી જોઈ રહ્યાં. કૃષ્ણ પોતે તો શ્રમણનું રૂપ ધરીને નહિ આવ્યા હોય એવો ભ્રમ થયો. પાસે આવ્યા પછી દેવકીનો એ ભ્રમ ઊડી ગયો. પણ એમનું અંતર વાત્સલ્યના હીલોળે ચડ્યું.
કઈ માતાએ આવાં ખીલતાં પુત્ર-પુષ્પો શ્રમણ સંઘને સમર્પી દીધાં હશે ? અંગસૌષ્ઠવ અને ગતિની લીલામાં કૃષ્ણ કરતાં કોઈ રીતે ઓછા ન ઊતરે એવા આ કુમારોનો ત્યાગ કરતાં એમની માતાએ કેટલી વ્યથા વેઠી હશે ? બન્ને શ્રમણો જાણે કે સહોદર હોય એમ લાગ્યું.
શ્રમણોને કંઈ પૂછવાની દેવકીજીની હિમ્મત ન ચાલી. આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org