________________
૧૬
અર્પણ + ક્ષમાશ્રમણ
અરે, નંદિષેણ ! વિચારીને બોલતાં પણ તને કોઈએ શિખવ્યું નથી લાગતું. મારી સ્થિતિ હજી પણ તને નથી સમજાઈ ! એક તો ઘડીએ ઘડીએ મળત્યાગ કરવો પડે છે – શરીર સાવ જીર્ણ થઈ ગયું છે અને છતાં તું મને તારા સ્થાને આવવાનો આગ્રહ કરે છે ? તારામાં બુદ્ધિનો છાંટો જ ક્યાં બળ્યો છે ?”
હશે, ક્ષમાશ્રમણ, મારી ભૂલ થઈ. હું આપને પગે ચાલીને આવવાનું નથી કહેતો. આપને વાંધો ન હોય તો આપને મારી કાંધ ઉપર બેસારીને ઉપાશ્રય સુધી લઈ જઈશ.”
તો મારી ના નથી.” બીમાર મુનિએ પોતાની સમ્મતિ આપી. ભૂખ્યા-થાકયા-પાકયા નંદિપેણ, પોતાની કાંધ પર બીમાર મુનિને બેસારીને ઉપાશ્રય તરફ ચાલ્યા. એક ઠેકાણે નંદિષણ મુનિનો પગ સહેજ લથડ્યો. તરત જ વાગુબાણ છૂટ્યું :
જરાક તો ભાન રાખ. મને આમ જાણી જોઈને શા સારુ ત્રાસ આપે છે ?”
નંદિપેણનું વૈર્ય, આવા વાગુબાણ વાગવા છતાં અડગ જ રહે છે. બીમારને વધુ કષ્ટ ન થાય એટલા સારુ વધુ સાવધ બને છે.
થોડે દૂર જતાં જ બીમાર મુનિએ નંદિપેણના દેહ ઉપર મળત્યાગ કર્યો.
આવે વખતે તો સગી માતા પણ બાળક ઉપર ક્રોધ કર્યા વિના ન રહે. નંદિપેણ જરાય સૂગાયા વિના પોતાના મનને સમજાવે છે :
બીમાર માણસનો શું દોષ કાઢવો ? એ તો દયાને પાત્ર છે. આ મુનિએ ખરેખર જ ન છૂટકે મળત્યાગ કર્યો હશે.”
સુધાતૃષાના તેમજ એવા પ્રકારના બીજા પરિષહો વિષે સાધક પૂરો જાગૃત અને સાવધ રહી શકે, મનની શાંતિ ઉપર સંયમ રાખી શકે : પણ આ મળ-પરિસહ હિમા સમાં એવા શીતળ બળની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org