________________
૧૦૦.
અર્પણ + ક્ષમાશ્રમણ એથી વધુ કંઈ એને ઈચ્છવા જેવું નહોતું લાગતું. સામાન્ય સંસારજીવન એ જ એની મહાનું આકાંક્ષા હતી.
મામાને પણ થતું કે નંદિષણને ઘરમાં બાંધી રાખવો હોય તો તેના લગ્ન કરી દેવાં જોઈએ. બીજું કોઈ એને પોતાની કન્યા આપે એવો સંભવ નહોતો. એટલે મામાએ પોતાની સાત પુત્રીઓ પૈકી એકની સાથે નંદિષેણનો લગ્નસંબંધ ગોઠવવાનો મનસૂબો કર્યો.
એક દિવસ મામાએ પોતાની સાત પુત્રીઓને ભેગી કરી, કોઈ આ નંદિષેણ સાથે પરણવા તૈયાર છે કે કેમ તે જાણવા માગ્યું. પિતાનો પ્રશ્ન સાંભળતાં જ સાત પુત્રીઓ એટલા જોસથી હસી પડી કે એટલામાં નજીકમાં સૂતેલો નંદિષેણ જાગી પડ્યો. એણે કાનોકાન સાંભળ્યું.
નંદિપેણની વાત કરો છો? એને તે બ્રાહ્મણ કોણ કહે ? વૈતરો છે ! નથી રૂપ, નથી બુદ્ધિ કે નથી કોઈ સંસ્કાર !”
પિતાએ એટલેથી જ વાત પતાવી દીધી. ઘવાએલા નંદિપેણને આખી રાત ઊંઘ ન આવી. મામાને ત્યાં પોતાની શું કિંમત છે તે એને સમજાયું. સ્વમાન અને ગૌરવ માટે ઝંખતા નંદિપેણને, તે દિવસથી મામાનું ઘર કારાગાર જેવું થઈ પડ્યું. પોતે વૈતરો છે, બુદ્ધિ-શૂન્ય, સંસ્કારશૂન્ય અને કુરૂપ છે એમ જે ઘરનાં માણસો માનતાં હોય ત્યાં પડી રહેવામાં માલ નથી એવો એણે નિર્ણય કરી વાળ્યો.
એક દિવસે કોઈને કંઈ કહ્યા વિના નંદિષેણ રાત્રીના અંધકારમાં કયાંય અદશ્ય થઈ ગયો. મામાએ પણ એની તપાસ ન કરી. જે થયું તે ઠીક થયું એમ ધારી સૌ નંદિપેણને ભૂલી ગયાં.
ઉપર આભ અને નીચે ધરતી સિવાય નંદિપેણને માટે બીજો કોઈ આધાર કે અવલંબન નહોતું. માર્ગ તો એ કાપતો જતો હતો પણ એની આંખ આગળ અંધકાર સિવાય બીજી કોઈ વસ્તુ નહોતી. પોતાને કોઈ આમંત્રે, બે સારા શબ્દો કહીને આશ્વાસન આપે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org