________________
૧૬૪
અર્પણ + ક્ષમાશ્રમણ એટલામાં તો રુદ્રદેવપુરોહિતની પત્ની સુભદ્રા પણ ત્યાં આવી ચડી. બ્રાહ્મણોએ બહુમાનપૂર્વક સુભદ્રાને જવાનો રસ્તો કરી આપ્યો. એણે પ્રથમ નજરે જ આ મુનિને પીછાની લીધા. મુનિને ઉદેશીને બે હાથની અંજલી જોડી સુભદ્રા કહી રહી :
ભગવન, આ લોકો આપને નથી ઓળખતા. હું ઓળખું છું. આપના જ પ્રતાપે હું આજે આટલી સ્વસ્થ અને નીરોગી છું. તપસ્વીઓ માત્ર પોતાના આત્માનો ઉદ્ધાર કરે છે એમ નહિ પણ એમની તપની તાકાત વિશ્વભરનું કલ્યાણ કરનારી હોય છે એ મારો સ્વાનુભવ છે.”
એ પછી પુરોહિત રુદ્રદેવ અને બીજા યાજ્ઞિકો સામે જોઈને તે કહેવા લાગી : “આ મુનિપુંગવે જ એક દિવસે મારી ઉપર કરુણા કરી મને યક્ષના પંજામાંથી છોડાવી હતી. હું પણ પહેલાં તો તમારી જેમ જ આ મુનિને મલિન અને અસ્પૃશ્ય માની એમની ધૃણા કરતી. એ છૂણામાંથી ક્યારેય ઘેલછા જનમી પડી તેનું મને ભાન ન રહ્યું. આખરે મેં જ્યારે આ મુનિના ચરણમાં પડી આત્મસમર્પણ કર્યું. મેં મનમાં ને મનમાં એમનો સ્વામી તરીકે સ્વીકાર કર્યો ત્યારે જ રાતદિવસ મારી પાછળ રમતી ભૂતાવળમાંથી હું બચી. ભૂલેચૂકે પણ આ મુનિની લેશ માત્ર અવજ્ઞા કોઈ કરશો મા! ”
કુલીનો જેની છડે ચોક અવગણના કરે છે અને જે પોતે પણ અપમાન તેમજ તિરસ્કારના હળાહળ પ્રસન્ન-કરુણાળ હૈયે ગટગટાવી જાય છે તે આ હરિકેશિ બળ આટલા સમર્થ અને વિશ્વવત્સલ છે એવી પ્રતીતિ થતાં, લાકડીઓ ફગાવી દઈ બધા જ વિપ્રો એમના ચરણમાં પડ્યા. સુભદ્રા-ઋષિપત્ની આજ્ઞા કરતી હોય તેમ બોલી :
“મુનિને કદી ક્રોધ સંભવતો નથી : પણ જો મનમાં મેલ રાખીને કેવળ દંભથી એમની ક્ષમા માગશો તો એમનો અનુરાગી પેલો સિંદુકયક્ષ તમારું સત્યાનાશ કાઢી નાખશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org