________________
૧૬૬
અર્પણ + ક્ષમાશ્રમણ ક્યાં મારા વસ્ત્રાલંકાર અને ક્યાં આ મુનિની અર્ધનગ્ન દશા ! એ મુનિને જોતાં જ મારો મિજાજ ગયો ! મારાથી બોલી જવાયું : આવા સુંદર મંદિરમાં આ પ્રેત ક્યાંથી આવ્યું ?'
જોયું-ન જોયું કરીને ત્યાંથી ચાલી નીકળી. પણ મારા તિરસ્કાર મારી પોતાની ઉપર જ એવો પ્રત્યાઘાત કર્યો કે હું ગાંડી જેવી બની ગઈ. એ ગાંડપણની પૂરી સ્મૃતિ તો મને નથી રહી. પણ પહેરેલા વસ્ત્રો ફાડી નાંખતી, મુખેથી ગમે તેવો બકવાદ કરતી, ઉન્મત થઈને સૌને પજવતી એવું એવું કંઈક યાદ આવે છે. મારા પિતાએ ચિકિત્સા તો ઘણી કરાવી, મંત્રતંત્ર પણ કરાવ્યા, પરંતુ કંઈ ફેર ન પડ્યો.”
તીવ્ર ઘેલછાની સ્મૃતિમાંથી પણ ઊની જવાળાઓ પ્રકટતી હોય અને સુભદ્રાને દઝાડતી હોય તેમ તેની મુખમુદ્રા રક્તાભ બની. મોં ઉપરના સ્વેદને લૂછી નાખી, એક ઊંડો નિ:શ્વાસ નાખી બોલી–
સદ્ભાગ્ય ઇલાજ સૂઝી આવ્યો. ઘણું કરીને યક્ષે પોતે જ આડકતરો ઈશારો કરેલો. જેને મલિન અને પ્રેમવત્ માનતી હતી તે મુનિના ચરણમાં પડી આત્મસમર્પણ કર્યું : ગળગળા હૈયે એમની ક્ષમા યાચી. આ બધું ઉન્મત્તાવસ્થામાં કેમ બન્યું તે તો તમને વિગતવાર કહી શકવાની સ્થિતિમાં હું નથી. પણ મને ક્ષમા મળી. મુનિ તો ત્યાંથી ચાલ્યા ગયા. તે પછી પંડિતોની સાથે ચર્ચા કરી મારા પિતાએ-કાશીરાજે મને આ દેવને અર્પણ કરી. એ રીતે હું રાજકન્યા, ઋષિપત્ની બની.”
ઋષિપત્ની-સુભદ્રા કાશીરાજની પુત્રી છે એમ તો કેટલાક પુરોહિતો જાણતા હતા પણ એની પાછળ આવો કરુણ છતાં માર્મિક ઈતિહાસ છે એમ ભાગ્યે જ કોઈ જાણતું હશે. સુભદ્રાના મન ઉપર પણ એ પૂર્વ-ઈતિહાસની બહુ ઊંડી અસર નહોતી પડી. પોતે ઉન્માદમાંથી ઊગરી એટલું જ નહિ પણ પોતાને એક નવી જ દૃષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org