________________
અર્પણ + ક્ષમાશ્રમણ
નાના શ્રમણે છેલ્લી વિદાય માગતાં, ગુરુ સ્કંદકાચાર્યના પગમાં માથું ઝુકાવ્યું ત્યારે જ આચાર્યની વિચારનિદ્રા ઊડી : પોતે જાગૃત દેશામાં પણ સ્વપ્ન જ જોતા હતા એ વિચારે સહેજ સંકોચાયા.
૧૫૮
‘વત્સ ! ખુશીથી ઘાણીમાં ઝૂકી પડે ! તારા પહેલાં મને જો એવી તક મળી હોત તો હું તારી વેદનાનો મુંગો સાક્ષી તો ન બનત! તું તો હજી ઊગતા ફૂલ જેવો નિષ્પાપ-નિર્દોષ છે. પારિજાતના પુષ્પની જેમ તારે ઊગતામાં જ ખરી પડવાનું નિર્માણ હશે. બસ, જા, વત્સ, છેલ્લા બલિદાનથી આ સાધુઓની અખંડ ધારાને માથે સોનેરી કિરણનો કળશ ચઢાવ! આ દુષ્ટ દંડક આ પાપી પુરોહિત.''
ક્રોધના આવેશથી, આચાર્ય આગળ કંઈ ન બોલી શક્યા. પણ એમની તપેલા તાંબા જેવી મુખકાંતિ ઉપરથી અંતરમાં ભારે ઉકળાટ અનુભવતા હોય એમ પ્રેક્ષકોને લાગ્યું. દેવશિશુ જેવા નાના શ્રમણના બલિદાને, આ પ્રૌઢ આાર્યના સંયમની પાળો તોડી નાખી. એમણે મનમાં ને મનમાં જ નિશ્ચય કર્યો કે આ ઘોર અત્યાચારનો બદલો લીધા વિના નહિ જંકું !''
અત્યારે એમને કોણ કહે કે : “પાંચસો પાંચસો સાધુઓને શાંતિ, મૈત્રી અને ઉપશમમાં સ્થિર રાખનાર-એમની જીવનસાધનાને સાર્થકતાના માર્ગે દોરી જનાર હે મુનિપુંગવ ! વેર કે બદલો લેવાની વૃત્તિ શ્રમણધર્મને નથી શોભતી ! પાંચસો શ્રમણોના હે માર્ગદર્શક ! આપ પોતે માર્ગ ભૂલ્યા છો !’’
આખરે તો સ્કંદકાચાર્ય પણ ઘાણીમાં પિલાઈ-અસ્થિના ગંજમાં ભળી ગયા. પાછળ એમની વેરવૃત્તિ રહી ગઈ ! ભગવાન મુનિસુવ્રતસ્વામીએ આરંભમાં જ કહ્યું હતું તેમ સ્કંદકમુનિ છેલ્લી કસોટીમાં જરા ગાંજી ગયા. શિષ્યો તરી ગયા, ગુરુદેવ રહી ગયા. વેરની વૃત્તિ સ્કંદકમુનિને અગ્નિકુમાર નિકાયમાં લઈ ગઈ. ત્યાં તેઓ દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી તેમણે દંડક રાજાના દેશને ક્રોધાવેશથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org