________________
કુંદક આચાર્ય -[૩] શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનયુગની આ વાત છે.
શ્રાવસ્તીનગરીના રાજકુમાર કંઇક આવ્યા તો હતા માત્ર શ્રીમુનિસુવ્રતસ્વામીના દર્શન કરવા અને એમના મુખેથી નિર્ઝરતી વાણીનું પાન કરવા. પણ પ્રથમ દર્શન અને પ્રથમ પરિચયે જ ભગવાન મુનિસુવ્રતસ્વામીના ઉપદેશે અંદકને એવો મંત્રમુગ્ધ બનાવી દીધો કે તે જ દિવસે એણે પોતાની સાથેના બીજા પાંચસો જેટલા રાજપુત્રો સાથે ઘરનાં સુખ તથા સ્નેહ-સંબંધનો સર્વથા ત્યાગ કરી આત્મકલ્યાણનો રાહ લીધો.
કંદકકુમારનો ત્યાગ-વિરાગ ભયૌવનવયનો હતો, છતાં એમની રોજની દિનચર્યા અને નિઃસ્પૃહતા જોતાં, કોઈ પાકું ફળ વૃક્ષ ઉપરથી ખરી પડ્યું હોય એમ લાગે. મુનિસુવ્રતસ્વામીની સેવા-પરિચર્યા અને રોજના ક્રિયાકલાપ સિવાય જાણે કે પૂર્વની શ્રુતિ તેમજ સ્મૃતિના બધા તાર એમણે તોડી નાખ્યા છે.
એક દિવસે સ્કંદક મુનિએ ભગવાન મુનિસુવ્રતસ્વામી પાસે આવીને અનુમતિ માગી : “ભગવનું આપની આજ્ઞા હોય તો મારી બેન પુરંદરયશાને અને બનેવીને મળીને એમને ધર્મનો માર્ગ પમાડું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org