________________
ઢંઢણકુમાર
‘અંતરાય હજી બાકી છે. તમને જે આહાર મળ્યો છે તે તો કૃષ્ણ-વાસુદેવની લબ્ધિથી મળ્યો છે.’
પોતાની લબ્ધિથી જે આહાર ન મળ્યો હોય તેને વિષવત્ માનનારા ઢંઢણ મુનિને પ્રથમ તો નિરાશાના આધાતે જરા ખિન્ન બનાવ્યા. પણ તરત જ એમણે એ દીનતા અને ખિન્નતાને ખંખેરી નાખી. શ્રમણના આચાર પ્રમાણે સુસ્વાદિષ્ટ મોદકને, માટીમાં મેળવી દેવા-મોદકનો ત્યાગ કરવા તે ખુલ્લી ભૂમિ તરફ ચાલ્યા.
૧૪૫
દારુણ ભૂખ-તરસ ઘણી વાર માનવીને હિંસ પશુની કોટીમાં મૂકી દે છે. એવું ક્યું પાપ છે કે જે ભૂખ્યો માણસ કરવાને ન પ્રેરાય? માત્ર એ પરિસહ ઉપર વિજય વર્તાવવાની દૃઢ પ્રતિજ્ઞાવાળા શ્રમણો પાસે જાણે કે એ પાશવવૃત્તિઓ પણ કંગાળ બની પગ ચાટતી જણાય છે.
ઢંઢણ મુનિ સ્વાદિષ્ટ મોદકને ધૂળમાં ભેળવી દેવા મોદકના એંઠવાડમાંથી નવો સડો કે જીવોત્પત્તિ ન થવા પામે એટલા સારુ પોતે બે દુર્બળ હાથથી તેનો ભૂકો કરી રહ્યા છે. એ વખતે એક કંગાળ ક્ષુધાર્તની જેમ એમ નથી વિચારતા કે આ અન્ન નકામું માટીમાં મળી જાય તે કરતાં ભલે ઉદરમાં જતું. જમીનમાં તદાકાર બને તેને બદલે પેટની જ્વાળા શમતી હોય તો એનો ઉપયોગ શા માટે ન કરવો ? પરિસવિજયી ઢંઢણ મુનિની એ વિચારધારા નહોતી.
એમની ચિંતનધારા તો જુદી જ દિશામાં વહી રહી હતી : એક વખતે ગત જન્મમાં હજાર હજાર બળદોને અને પાંચસો પાંચસો જેટલા ખેડૂતોને મેં મારા થોડા સ્વાર્થની ખાતર ભાત-પાણીના અંતરાય પાડ્યા. એક અધિકારી તરીકે એમની પાસે મેં વેઠ કરાવી. એનો બદલો તો અહીં વેઠી રહ્યો છું. શેરીએ શેરીએ રખડવા છતાં મને એક મુનિ તરીકે મારી પોતાની શક્તિથી જે આહાર મળવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org