________________
૧૪૩
ઢંઢણકુમાર
એ પછી એમણે જ્યારે ભગવાન નેમિનાથના મુખેથી જાણ્યું કે ઢંઢણ મુનિ પોતાની શક્તિથી આહાર મળે તો જ સ્વીકારવાની વૃત્તિવાળા છે-પણ પૂર્વના અંતરાયકર્મને લીધે એવો શુદ્ધ આહાર દિવસોના દિવસો સુધી નહિ મળવા છતાં એમનામાં દીનતાનો છાંટો સરખો પણ જોવામાં નથી આવતો. એમની તપશક્તિ રોજ રોજ વિશુદ્ધ તેમજ વિકસિત બનતી જાય છે, ત્યારે ઢંઢણ મુનિના આત્મબળની કંઈક પ્રતીતિ થઈ.
ઢંઢણા રાણીનો પુષ્પની સુકુમારતા સાથે સ્પર્ધા ખેલતો કુમાર, ઢંઢણા જેને પોતાની આંખ આગળથી એક પળવાર પણ અળગો નહોતી કરતી તેનામાં આવું છૂપું સામર્થ્ય છે તે જાણ્યા પછી શ્રીકૃષ્ણ વાસુદેવે, નેમિ ભગવાનના બહોળા સાધુ-સમુદાય તરફ મીટ માંડી. ઢંઢણ મુનિ ક્યાંય ન દેખાવાથી એમણે પૂછ્યું :
ભગવદ્ ! આમાં કેમ ક્યાંય ઢંઢણ મુનિ નથી દેખાતા ?”.
“મુનિ તો દ્વારકાપુરીની શેરીઓમાં ફરે છે–શુદ્ધ આહારની શોધમાં. ” એટલું બોલતાં, ભગવાન નેમિનાથના શાંત-પ્રસન્ન વદન ઉપર આછી સ્મિતરેખા અંકાઈ.
“તમને રસ્તામાં સામા જ મળશે.” કૃષ્ણ-વાસુદેવની ઉત્સુકતા જોઈને ભગવાને ખુલાસો કર્યો.
અને ખરેખર ગજેંદ્ર ઉપર બેસીને પોતાના આવાસે જતાં શ્રીકૃષ્ણ વાસુદેવને, ઢંઢણ મુનિ દ્વારકાપુરીની બજાર વચ્ચે, સામેથી આવતા દેખાયા.
તરત જ વાત્સલ્ય અને શ્રદ્ધાથી ઊભરાતા હૈયાવાળા શ્રીકૃષ્ણ હાથી ઉપરથી હેઠે ઊતર્યા અને માર્ગમાં જ મુનિને ત્રણ પ્રદક્ષિણા આપી-વાંદી ગદ્ગદ્ વાણીમાં કહ્યું : “મુનિ ! આપ ધન્ય છો ! ભગવાન નેમિનાથ જેવા પુરુષ જેમની પ્રશંસા કરે તેવા મુનિનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org