________________
ટંટણકુમાર
૧૪૧ ઠેકઠેકાણે સ્વાગત થાય, આહારની વિવિધ રસભરી સામગ્રી લઈને વહોરાવવા લોકો તૌયાર રહે, એ સન્માન કે એ આહાર વસ્તુત: પોતાને નથી મળતાં-વચ્ચેથી જ કોઈ માયાવી અસુર ભરખી જાય છે. ઢંઢણકુમારનું સન્માન-સ્વાગત, કૃષ્ણવાસુદેવના કુમાર તરીકે કે રાજપુત્ર તરીકે નહિ, પણ એક નિઃસ્પૃહી-ત્યાગી-તપસ્વી રૂપે જ થવું જોઈએ. બીજું તો એ શ્રમણોથી શું બને ? પણ ઢંઢણકુમારે નિશ્ચય કર્યો કે પોતાની શક્તિથી પોતાને એક શ્રમણ તરીકે જો આહાર મળે તો જ તે સ્વીકારવો-અન્યથા એનો ત્યાગ કરવો.
ઢંઢણ મુનિ દ્વારકાપુરીમાં ભિક્ષાર્થે શેરીએ શેરીએ ફરે છે, પણ એમણે નિશ્ચય કર્યો છે તે નિશ્ચયને અનુરૂપ આહાર નથી મળતો, અશુદ્ધ આહાર ગમે તે ભોગે ન સ્વીકારવો એ એમની પ્રતિજ્ઞા છે.
ભાવિકો બિચારા બે હાથ જોડીને વહોરાવવાની વસ્તુઓ લઈને ઢંઢણ મુનિ સમીપે ઊભા રહે છે. “આમાંથી આપને કહ્યું તે કપા કરીને સ્વીકારો.” એમ કહી દીનભાવે વિનવે છે. પણ દિવસોના દિવસો સુધી અનાહારનો સામનો કરનાર ઢંઢણ મુનિ એ આહારની સામે દૃષ્ટિપાત સરખો પણ નથી કરતા. આવો શુદ્ધ આહાર પણ અશુદ્ધ કેમ બની જતો હશે તે લોકોને નથી સમજાતું.
ઢંઢણ મુનિએ સંસારના સંબંધો છેદી નાખ્યા છે : કૃષ્ણવાસુદેવના કુમાર એક ભિક્ષુ બન્યા છે એમ તો લોકો જાણતા હતા, પણ આ આહારદાન સાથે એ પૂર્વસંબંધની કોઈ કલ્પના સરખી પણ ન હોવી જોઈએ એમ એમને હજી નહોતું સમજાયું. પૂર્વસંબંધની સ્મૃતિ આહારને અશુદ્ધ બનાવી દે, એ એમના અનુભવ બહારની વાત હતી.
દ્વારકાપુરીની બહાર ઢંઢણ મુનિ વિચરતા હોત તો કદાચ એમને ન જાણનારા-ન ઓળખનારા એમનું એક શ્રમણ તરીકે સ્વાગત કરત અને ઢંઢણ મુનિને દેહના નિભાવ પૂરતી સામગ્રી મળી રહેત. ઢંઢણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org