________________
અર્પણ + ક્ષમાશ્રમણ
૧૪૨
મુનિ પોતે પણ એ વાત જાણતા, પરંતુ જે અંતરાયનો ઉદય પોતે ભોગવી રહ્યા છે તેનો સામનો પણ એ જ ક્ષેત્રમાં થવો જોઈએ-એમાં જ શક્તિની ખરી કસોટી રહેલી છે એમ તે માનતા.
ઘણા દિવસો સુધી ઢંઢણ મુનિને શુદ્ધ ભિક્ષા ન મળી ત્યારે ભગવાન નેમિનાથે પોતે જ કહ્યું : “પૂર્વભવમાં તમે જે અંતરાયકર્મ બાંધ્યું છે તેને લીધે તમને શુદ્ધ આહાર નથી મળતો : માટે બીજા મુનિઓ આહાર લાવે તે તમે ગ્રહણ કરો.'
તરત જ અતિ વિનીતભાવે ઢંઢણ મુનિએ જવાબ આપ્યો : ‘“ભગવન્ ! એ કર્મ ક્ષય પામશે ત્યાં સુધી એ અંતરાયકર્મની સામે ઝૂઝીશ.-એ અંતરાય ઓગળશે ત્યારે જ હું આહાર ગ્રહણ કરીશ.” બીજાઓ પોતાને માટે આહાર લાવે તે સ્વીકારવામાં ઢંઢણ મુનિને પોતાની ચોખ્ખી કાયરતા દેખાઈ.
કારમી ભૂખને સહન કરતા ઉપવાસ ઉપર ઉપવાસ ખેંચતા ઢંઢણ મુનિ આહાર સંબંધી લેશમાત્ર આકુળતા કે ઉત્સુકતા નથી દાખવતા. અંતરાયની વજ્ર જેવી દિવાલો પણ આ પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાથી તૂટવી જોઈએ એ શ્રદ્ધા એમણે જરાય ઢીલી પડવા ન દીધી.
એક દિવસે કૃષ્ણ વાસુદેવે પોતે જ, નેમીશ્વર ભગવાનને વાંદી વિનયપૂર્વક પૂછ્યું કે : “આપના અઢાર હજાર સાધુઓમાં ઉગ્ર અને અણનમ તપસ્વી કોણ હશે ?'’
“તપસ્વીઓમાં ઘણા છે-ધણા દુષ્કર કરનારા સાધુઓ છે, પણ ઢંઢણ મુનિની તોલે કોઈ ન આવે.’’ નેમીશ્વર ભગવાને પોતાનો મત ઉચ્ચાર્યો.
પોતાનો પુત્ર ઢંઢણકુમાર, તપસ્વીઓમાં અગ્રેસર છે અને ભગવાન પોતે એના તપની પ્રશંસા કરે છે તે જોઈને કૃષ્ણવાસુદેવના રોમેરોમમાં વાત્સલ્યનો આનંદ વ્યાપી ગયો. ઢંઢણકુમારમાં આટલું પાણી હશે એવી તો એમને કલ્પના જ નહોતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org