________________
અર્પણ + ક્ષમાશ્રમણ
વરસવાની અણી ઉપર આવેલા ગંભીર મેઘને વેગવંતો પવન વિખેરી નાખે તેમ ચિલાતીના અંતરને છાઈ દેતી નિરાશા અને ગ્લાનિને શ્રમણની શાંત વાણીએ તત્કાળ તો હટાવી દીધી. સુસુમા ઉપરનો પોતાનો અધિકાર આસક્તિનો વેશપલટો હોય એમ લાગ્યું.
૧૩૮
એ પછી, શ્રમણ અને ચિલાતી ક્યાંય સુધી મૌન ધારી રહ્યા. શ્રમણે, ચિલાતીના મંથનના સ્પષ્ટ ભાવો તેનાં મોં ઉપર તરવરતા જોયા. એમને ખાત્રી થઇ કે ગમે તેમ પણ આ માણસ ભારે શક્તિશાળી છે. એક વખત એને પોતાનું હિત સમજાયું એટલે ગમે તે ભોગે તે સિદ્ધ કર્યા વિના નહિ રહે.
ચિલાતી કંઈક બોલવા જતો હતોઃ એટલામાં શ્રમણે જ છેલ્લી વાત કહી દીધી: ‘“તારા માટે ઉપશમ, વિવેક ને સંવર સિવાય મુક્તિનો બીજો કોઇ માર્ગ નથી.”
ચિલાતીને એ ત્રણ શબ્દોમાં જ જીવનદૃષ્ટિ મળી ગઇ. ડોળાયેલા જીવનને નિર્મલ બનાવવા માટે, વિચાર કરતાં, એને પોતાને પણ ઉપશમ, વિવેક ને સંવરનું માહાત્મ્ય સમજાયું.
કાયાના સઘળા વ્યાપારોનો વિરોધ કરીને ધ્યાનાવસ્થામાં ઊભેલો ચિલાતી હવે પૂર્વનો લૂંટારુ કે હત્યારો ચિલાતી નથી રહ્યો. અત્યારે તો એના લોહીથી રંગાયેલા હાથ ઉપર કીડીઓના થર બાઝ્યા છે. ચિલાતીને નિષ્પ્રાણ જેવો બનેલો માનીને વનના રક્તતરસ્યા પશુ એના હાથ-પગ સુંઘે છે. છતાં ચિલાતીના મુખમાંથી ઉષ્ણ નિઃશ્વાસ પણ નથી નીકળતો. અને હવે વિશ્વનો કોઇ પ્રાણી વિરોધી કે વેરી નથી લાગતો. પશ્ચાત્તાપના જ્વાલામુખીમાંથી, કોઈ જાદુઈ શક્તિના બળે, એણે ઉપશમનો પ્રવાહ પ્રકટાવ્યો છે. બરફ પીગળે અને નિર્મળ પાણીની નદી અનાયાસે વહી નીકળે તેમ ચિલાતીની ઉપશમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org