________________
૧૦૪
અર્પણ + ક્ષમાશ્રમણ
I મમતાથી ભયભીત બનેલી માતા તે જ ક્ષણે ત્યાંથી ઊઠી અને અરણ્ય તરફ ચાલી નીકળી. તે અદૃશ્ય થઈ ત્યાં સુધી તેની પાછળ બન્ને પુત્રો મુવતું જોઈ રહ્યા.
યુદ્ધ બંધ રહ્યું. સૈન્યો વિખરાયાં અને નમિરાજે ચંદ્રયશની સાથે અવન્તિમાં જિંદગીમાં પહેલી જ વાર પ્રવેશ કર્યો.
અવન્તિ અને મિથિલા વચ્ચે ભીષણરૂપે ગર્જતો વિરોધનો સાગર સુકાયો અને બન્ને રાજ્યો આત્મીય સ્વજનની જમ સૌહાર્દના બંધને બંધાયાં. પુરવાસીઓએ આ ઈતિહાસ જાણ્યા અને જાણે માનવભક્ષી રાક્ષસ, કોઈ એક જાદુગરના મંત્રબળે મૃત્યુની ચિરનિદ્રામાં પડ્યો હોય એમ માની આ દેવપ્રેરિત શાંતિ ઉપર અંતરના આશીર્વાદ વરસાવ્યા.
સંગીત બંધ પડે પણ તેના સૂર ઘણા વખત સુધી કાનમાં ગુંજ્યા કરે. સ્વપ્ન ઊડી જાય પણ તેની સ્મૃતિ ચિત્તને ઘણીવાર લગી બેચેન બનાવી મૂકે.
માતા મદનરેખા સૈનિકોના ઘૂહ વચ્ચે સ્વપ્નની જેમ એકાએક ઊતરી આવી અને તરત જ અદશ્ય થઈ ગઈ તેનો પ્રત્યેક શબ્દ આજે ચંદ્રયશના અંતરમાં ઉદાસ બનાવી મૂકતા સંગીતના સૂરની જેમ ગૂંજી રહ્યો છે-અસ્વસ્થ બનાવી રહ્યો છે.
યૌવનના ઉંબરામાં પગ મૂક્તો અવન્તિપતિ એક જ દિવસમાં વૃદ્ધ જેવો બની ગયો. ભોગોપભોગ અને રંગરાગમાંથી તેને રસ ઊડી ગયો. રાજમહેલનો એક એક પત્થર જાણે મદનરેખાના વીતકની નજરે નિહાળેલી કહાણી સંભળાવી રહ્યો હોય અને પોતે જાણે કે વાસનાઓના કારાગારમાં બંદીવાન તરીકે પડ્યો હોય એમ મનમાં ને મનમાં મુંઝાવા લાગ્યો. સત્યનો પ્રખર પ્રકાશ જરા મોડો તેના હોં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org