________________
૧૩૨
અર્પણ + ક્ષમાશ્રમણ “ચિલાતી, બેટા, મેં તને પુત્રવત્ પાળ્યો છે. મારી પ્રતિષ્ઠા અત્યારે તારા હાથમાં છે. સુસુમાને મૂકી દે. સામો થઇશ તો સાર નહિ કાઢે.”
ચિલાતીએ એક વાર સુસુમાના નિસ્તેજ-મલિન મુખ સામે જોયું, બીજી ક્ષણે શેઠ તરફ નિહાળ્યું. બોલવાનો પ્રયત્ન કરવા છતાં એના મુખમાંથી સ્પષ્ટ શબ્દો ન નીકળી શક્યા. યમ જેવા વિકરાળ દેખાતા આ નર-વાઘનું હૃદય તો માનવીનું જ હતું. શેઠનાં વચનોની ખાતર સુસુમાનો ત્યાગ કરવા એ ઘડીભર તૈયાર થયો. જે સુસુમાં, એક પણ પ્રશ્ન પૂછડ્યા વિના, પોતાની સાથે અહીં સુધી ઉઘાડે પગેકંટકાચ્છાદિત માર્ગે ચાલી આવી તે ગમે ત્યારે-ગમે ત્યાં પણ પોતાની જ રહેવાની એ સંબંધે એને જરાય શંકા જેવું ન લાગ્યું. એ એક જ ભાવનાનો સાક્ષી ચિલાતી રહ્યો હોત તો કદાચ ધના શેઠ-એક વખતના આશ્રયદાતાના ચરણમાં માંથુ ઝુકાવી અપરાધની ક્ષમા માગી લેત અને સુસુમાનો મૂચ્છિત દેહ સોપી દઈ, બીજા કોઈ શિકારની શોધમાં ચાલ્યો જાત. પણ આવી અકળામણ વખતે એક સાથે બીજા હજારો સંશયો જાગે છે. ચિલાતીને, વળી વિચાર આવ્યો કે જો એમ સહેજે સુસુમાને સોંપી દઉં તો મારો એની ઉપર પૂરો અધિકાર છે અને રહેવાનો એ બીજી કઈ રીતે પુરવાર કરી શકું ? વળી, જેને આટલાં વિનો વચ્ચેથી અહીં સુધી બચાવીને લાવ્યો છું, જે સ્વમ સિદ્ધ થવાની અણી ઉપર છે તેને જતું કરવામાં નરી કાયરતા નહિ તો બીજું શું છે ?
આવી કટોકટીની પળોમાં માનવી જ્યારે શાંતિ, વૈર્ય, વિવેક ચૂકે છે ત્યારે તે શેતાનનો જ શિકાર બને છે. ચિલાતી સમતુલા ન સાચવી શક્યો. છેલ્લા થોડા મહિનાની દુર્બદ્ધિએ એને ઓચિંતો નવો રાહ સુઝાડ્યોઃ
બધી ખટપટ જવા દે. સુસુમા જો તારી છે તો એનું માથું કાપીને કાં નથી ભાગી છૂટતો? સુસુમાની ખાતર તો આ લોકો અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org