________________
૧૩૫
ચિલાતી પુત્ર
ભૂમિને સ્પર્શે એવી રીતે માથું નમાવી ચિલાતીએ પહેલો જ પ્રશ્ન પૂછ્યોઃ ‘“ભગવાન્ હું ચિલાતીપુત્ર-એક દાસીનો પુત્ર. બીજે કોઈ સારે સ્થાને નહિ, દાસીની કૂખે જ કાં જન્મ્યો? મારા જેવા દીન દરદ્રીઓના આ જગત્ ઉપર એવી તે શી જરૂર હશે?
‘જન્મ એ અકસ્માત્ નથી. જન્મજન્માંતરનાં પુણ્યપાપ એમાં પોતાના ભાવ ભજવતા હોય છે. તું જો, જરા શાંત થા તો હું તને તારા જન્મનું રહસ્ય ટૂંકમાં સમજાવું' શ્રમણો એટલે ભવરોગના વૈદ્યો. શ્રમણના આ શબ્દોએ વાઘ જેવા વિકરાળ ભાસતા ચિલાતીને ગરીબ ગાય જેવો બનાવી દીધો. ફરી એણે બે હાથ જોડી, શ્રમણને ભાવભર્યું વંદન કર્યું. કહ્યું: ‘“ગુરુદેવ, જીવનભરનો ભાર આજે ઊતરે એવો થોડો વિશ્વાસ બેસે છે. કહો, કહો મારા દાસીપુત્ર તરીકેના જન્મ પાછળનું શું રહસ્ય છે?’’
11
‘‘એકલું જન્મનું રહસ્ય જાણવું છે કે આ કન્યાના તારા હાથે થએલા શિરચ્છેદનું રહસ્ય પણ સાંભળવું છે ?'
“તો તો, ગુરુદેવ, આપને જ મારા તારણહાર માની, આપ કહો તેમ કરવા તૈયાર થઈ જાઉં' ચિલાતીનું અંતર આનંદ-હીલોળે ચડ્યું.
શ્રમણ-મુનિ સંસારની ઘટમાળના પારગામી હતા. તેઓ આવા અનેક ઉન્માર્ગીઓના સમાગમમાં આવ્યા હતા. એમને સંયમ અને પ્રાયશ્ચિત્તને રસ્તે દોરવામાં નિમિત્તરૂપ બન્યા હતા.
ચિલાતીનો ચહેરો જોતાં એમને આ કોઈ રીઢો પાપી છે એમ નહોતું લાગ્યું. અજ્ઞાન અને યૌવનમદે એને પાપના માર્ગે દોર્યો હતો, પણ એ પાપ એના અંતરને મથી રહ્યું છે—એમાંથી છૂટવા માગે છે એમ તેઓ ચિલાતીના નમ્ર વ્યવહાર ઉપરથી જોઈ શક્યા હતા. ચિલાતી જેવા માર્ગભૂલેલાઓને આખું વિશ્વ જ્યારે દાવાનળ જેવું લાગતું-સંસારીઓ તરફથી તેઓ ધૃણા અને તિરસ્કાર જ પામતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org