________________
ચિલાતી પુત્રા
૧૩૩ સુધી પાછળ પડ્યા છે. સુસુમાના ઉત્તમાંગનો અધિકારી બની, નિશ્ચિત બનતાં તને અત્યારે કોણ રોકે તેમ છે ?”
અને ખરેખર ચિલાતીને શેતાનની આ સલાહમાં અજબ આકર્ષણ લાગ્યું. સુસુમાના સ્નેહ, સદ્ભાવ, ઔદાર્ય કરતાં એના દેહ ઉપરનો અધિકાર એને વધુ મોહક તેમજ મૂલ્યવાન લાગ્યો. - રક્તપાતમાં રીઢા બનેલા ચિલાતીએ, પછી તો જરાય વિલંબ કર્યા વિના સુસુમાના સુકુમાર ગળા ઉપર ધારદાર ખડ્ઝનો ઘા કર્યો. ભરનિદ્રામાં પોઢેલી સુસુમાના દેહમાંથી રક્તની ધાર વછૂટી. ચિલાતી સુસુમાના મસ્તકને એના કેશપાશથી પકડી વીજળીવેગે ત્યાંથી નાસી છૂટ્યો.
ધના શેઠે આટલી ભયંકરતાની - આ પ્રકારની નિષ્ફરતાની કલ્પના નહોતી કરી; એમને આ દૃશ્ય જોતાં જ આંખે તમ્મર આવ્યાં ત્યાંજ બેસી ગયા. થોડી વારે સુસુમાના દેહને ત્યાં જ રહેવા દઈ, પોતે રાજયના માણસો સાથે રાજગૃહી તરફ પાછા વળ્યા.
(૨) ભૈરવમૂર્તિ જેવો ચિલાતી એકલો ઘોર અરણ્યમાં ચાલ્યો જાય છે. દિવસનું કે દિશાનું પણ એને ભાન નથી રહ્યું. એની વિચારશક્તિ અત્યારે કુંઠિત થઈ ગઈ છે. અધિકાર સ્થાપિત કરવા જે મસ્તક સુસુમાના સુકુમાર દેહ ઉપરથી ઉતાર્યું હતું તેનું હવે શું કરવું? ક્યાં લઈ જઈને સ્થાપવું એ એને નથી સમજાતું. ધાડપાડુંઓના સહવાસમાં જે નાનું ઝૂંપડું ઊભું કર્યું હતું ત્યાં પણ જવાની એની હિમ્મત નથી ચાલતી. હિંસક પશુઓ પણ જેનો વેષ જોઈને ફફડી ' ઊઠે, ભયથી પાછા સંતાઈ જાય એવી દશામાં ચિલાતી આગળ ને આગળ ચાલ્યો જાય છે. લોહીથી તરબોળ બનેલા હાથ ધોવાની પણ એને અત્યારે જરૂર નથી લાગતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org