________________
૧૩૧
ચિલાતી પુત્ર
એક વહેતા ઝરણા પાસે પહોંચ્યા પછી એને એકાદ ઘડી આરામ લેવાનું મન થયું. સુસુમાને જો ચેતના આવે તો થોડી સારવાર કરવાની વૃત્તિ થઈ આવી. ચોકીદારો અને શેઠ પોતે બહુ પાછળ રહી ગયા હોવાથી તત્કાળ આવી પહોંચે એવો ભય નહોતો.
| ચિલાતી ખોબામાં થોડું પાણી લઈ આવ્યો. સુસુમાના માં અને નેત્રો ઉપર થોડું છાંટ્યું, પણ ગાઢ નિંદ્રામાં પડેલી સુસુમા જાગૃત થાય એવું કોઈ ચિહ્ન ન દેખાયું. સુસુમાને ઉપાડીને દોડવાથી ચિલાવીને પણ થોડો શ્રમ તો પડ્યો જ હતો. આમ ને આમ સુસુમાને ક્યાં સુધી ઉપાડી જવી?
રાથી કે સંગાથી વિનાનો ચિલાતીપુત્ર થોડીવાર વિચાર કરતો ત્યાં બેસી રહ્યો. ઝરણા પાસે થોડે દૂર એક ટેકરા જેવું હતું તેની ઉપર ચડીને જોયું તો સુસુમાને પિતા અને બે ત્રણ ચોકીદારો પોતાના પગલે આવતા કળાયા.
ચિલાતી એકલો દસ જણને પૂરો પડે તેવો હતો. એની પાસે લડવાનું સાધન-ખગ પણ હતું. પણ એણે મૂચ્છિત સુસુમાને જોઈ એક ઊંડો નિ:શ્વાસ નાખ્યો. સુસુમાને સાચવવી અને બીજી તરફ પોતાના એક વખતના આત્મીય સ્વજન સાથે સશસ્ત્ર સામનો કરવો એ બંને કાર્યોની દુર્ઘટતા એને સમજાઈ. પોતે આવેશમાં ઝૂઝતો હોય એ જ વખતે ધના શેઠનો કોઈ નોકર સુસુમાને ઉપાડીને નાસી જાય તો હાથમાં આવેલી સુસુમાને ખોઈ બેસવા જેવું થાય.
થવાનું હોય તે થાય સુસુમાને તો નહિ જ છોડું. સુસુમા મારી છે અને મારી જ રહેવાની એવા દૃઢ નિશ્ચય સાથે તેણે રાજ્યના ચોકીદારો સાથે ઝૂઝવાનો નિર્ણય કર્યો.
થોડીવારે ધનાવહ શેઠ બરાબર ચિલાતીપુત્ર સામે જ આવીને ઊભા રહ્યા. એમણે ચિલાતીને ઉદેશીને કહેવા માંડ્યું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org