________________
૧૩૦
અર્પણ + ક્ષમાશ્રમણ આપ્યો: “વાત કરવાનો અત્યારે વખત નથી. જો પકડાઈ જશું તો એકે મેળના નહિ રહીએ.”
સુસુમા પણ એટલું તો સમજતી હતી. એવામાં ભયથી વારેવારે પાછું વાળીને જોતા ચિલાતીએ સુસુમાના બાપને, રાજ્યના ચોકીદારો સાથે પોતાની પાછળ આવતા જોયા.
આવેશમાં ને આવેશમાં જ ચિલાતી બોલ્યો. “સુસુમા, જરા પણ વિલંબ કરીશ તો પકડાઈ જશું. શેઠ પોતે પાછળ આવતા દેખાય છે.”
સુસુમાને થોડો થાક લાગ્યો હતો. પોતાના પિતા પાછળ પડ્યા છે એ વાતે એનાં ગાત્રોને શિથિલ બનાવી દીધાં. પહેલેથી જ આવી. ભૂલ ન કરી હોત તો ઠીક હતું એમ થયું, પણ હવે પાછું પગલું ભરી શકાય એવો કોઈ સંભવ ન દેખાયો.
પિતા પોતે પાછળ પડ્યા છે” એ શબ્દો સાંભળતાં સુસુમાને ધનાવહ શેઠનો ક્રોધ યાદ આવ્યો. ઘરમાં જ્યારે શેઠ પોતે ક્રોધાંધ બનતા ત્યારે ઘર રણાંગણ બનતું એ બધું એને સાંભર્યું. હવે જો સુસુમાં પિતાના હાથમાં પડે તો આકરી સજા થયા વિના નહિ રહે એ દહેશતે તે બમણા વેગથી દોડવા લાગી.
દોડતાં-દોડતાં એના ખુલ્લા પગમાં કાંટા અને કાંકરા ભોકાતા હતા, પણ સુકુમાર શ્રેષ્ઠીકન્યા સુસુમા અત્યારે જાણે કે વીરાંગના બની હતી. ચિલાતીને પણ થયું કે અંતરંગ સ્નેહાવેગ વિના આ કન્યા આવું સહન ન કરી શકે. થોડીવારમાં પોતે કોઈ સહીસલામત સ્થળે પહોંચી જશે અથવા તો ચોકીદારો અને શેઠ પોતે પાછા વળી જશે એવી આશામાં ચિલાતી પણ વેગથી આગળ ધપતો હતો.
" એટલામાં અતિશ્રમને લઈને હો કે અસાધારણ ગભરાટને લીધે હો, દોડતી-દોડતી, સુસુમા મૂચ્છિત થઈને રસ્તાની વચ્ચે જ પડી ગઈ. સારવાર કરવા જેટલો વખત નહોતો. ચિલાતી, જાણે કે પોતાના શિકારને ખંભે નાખીને નાસતો હોય તેમ સુસુમાને ઉપાડીને ચાલ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org