________________
૧૨૨
અર્પણ + ક્ષમાશ્રમણ ચિલાતી ઘરમાં સુસુમા સાથે રમે–ખેલે–ખાય-પીવે એ સામે ધનાવહ શેઠનો કે એમની પત્નીનો વાંધો નહોતો. એક દિવસ ચિલાતી પોતાને યોગ્ય સ્થાન શોધી લેશે એવી એમણે સ્વાભાવિક આશા રાખી હશે.
કમનસીબે ચિલાતીની માતા, ચિલાતીને પાંખ આવે તે પહેલાં જ મૃત્યુ પામી. શેઠ કે શેઠાણી ચિલાતીની કેટલીક સંભાળ લે ?
જેમ જેમ ચિલાતી જુવાન થતો ચાલ્યો તેમ તેમ તેની હેડીના મિત્રો અને સંગાથીઓ પણ આવી મળ્યા. કુલીનોના કુટુંબમાં હળવા-મળવાનો જેને જન્મથી કશો અધિકાર નહોતો તે ગામ તથા શેરીના રખડુ સાથીઓમાં અનાયાસે ભળી ગયો.
ધનાવહ શેઠને એ નહોતું ગમતું. એક-બે વાર એમણે ચિલાતીને ચેતવેલો કે આ વનેચર જેવા મિત્રોની સોબતનો તને પોતાને ડાઘ ન લાગે એ જોજે.
પણ શેઠની શિખામણ માત્ર શું કામ આવે? શિખામણમાત્રથી થોડું જ કોઈ સુધરે? ચિલાતી સ્વભાવે ચપળ હતો, શરીરે સ્વસ્થ હતો. વય વધતાં જાણે કે પોતાને પાંખો આવતી હોય એવી થોડી ખુમારી પણ રાખતો.
ઘરમાં સૌથી અધિકો સ્નેહ, ચિલાતી ઉપર જો કોઈનો હોય તો સુસુમાનો. સુસુમા પણ હવે કંઈ બાલિકા નહોતી રહી. છતાં એને ચિલાતીની સાથે રમવાનું, અલકમલકની વાતો કરવાનું, ઠઠામશ્કરી કરવાનું ગમતું. બાલ્યાવસ્થાનાં તોફાનો અને વિનોદો સંભારી સુસુમા અને ચિલાતી ઘણીવાર અહોભાગ્ય અનુભવતાં.
સુસુમા હવે થોડી લાવતી બની હતી. સૌના દેખતાં ચિલાતીનું થોડું કૃત્રિમ સન્માન કરતી, પણ એકાંત મળતાં નિર્દોષભાવે રાગ–અણરાગ-રોષ કે તિરસ્કારના ભાવ ભજવતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org