________________
૧૨૦
અર્પણ + ક્ષમાશ્રમણ
સંક્ષોભ ઊપજે એવા સંયોગોમાં પણ મનને લેશમાત્ર મેલું ન થવા દેવું એનું નામ
ક્ષમા.
ક્ષમા અહિંસાનાની જ સગી અને પહેલા ખોળાની પુત્રી છે. રૂપેરંગે તેમજ આકૃતિમાં ને પ્રકૃતિમાં પણ એ બરાબર એની માતાને જ મળતી આવે છે. અહિંસા વિષે જેને પૂરી સમજણ નથી તે ક્ષમાને પણ નહિ સમજી શકે. અહિંસાની જેમ ક્ષમા પણ મનોવ્યાપાર સાથે ઘણો નિકટનો સંબંધ ધરાવે છે.
સહિષ્ણુતા-શક્તિની છેલ્લી કસોટી પણ ક્ષમાથી જ થાય છે. જેણે સહન કરવાની શક્તિ કેળવી કે સંઘરી નથી તે ક્ષમાના વિષયમાં પછાત જ રહેશે. સહિષ્ણુતામાં જે કંગાળ હોય તે જો પોતાને ક્ષમાશીલ કહેવરાવે તો બે આંખે અંધ એવો માણસ પણ પોતાને વિશાળ-લોચન કહેવરાવી શકે.
નિર્બલ કે બીકણ, જે ભયનો મુકાબલો સામી છાતીએ ન કરી શકે તે ક્ષમાશીલ નથી. ક્ષમા અથવા ઉપશમ એ જ સર્વ જૈન શાસ્ત્રોનો નિષ્કર્ષ છે. એટલે જ ક્ષમાશ્રમણી પણ અહોનિશ વંદનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org