________________
૧૦૦
અર્પણ + ક્ષમાશ્રમણ યુગ વીતી ગયા હોય એમ લાગ્યું. પછી ત્યાંથી નાસી જૈન મુનિ પાસે જઈ સંસારત્યાગની આ દીક્ષા લીધી. મારા જીવનની આ મર્મકથા.”
“કાયરની જેમ વધ કરનાર એ નરાધમ–” ચંદ્રયશ વધુ શું કહેવા જતો હતો તે મદનરેખા તરત જ સમજી ગઈ.
“બેટા, પૂરી વાત પણ નથી સાંભળી શકતો? અરેરે!” મદનરેખાએ કપાળ ઉપર પસીનો લૂક્યો અને તે જ વખતે તેના અંતરમાંથી મહા પ્રયત્ન દાબી રાખેલી હાય છૂટી. “એ જો નરાધમ હોત અને એ પાપનો બદલો વેરથી, હિંસાથી કે પ્રેમથી લઈ શકાતો હોત તો પણ હું એક રીતે મન વાળી અવત્તિમાં પડી રહી, મારા મૃત્યુને સુધારી લેત. પણ જેને તું નરાધમ કહે છે તે બીજો કોઈ નહીં પણ અવન્તિનો પતિ અને મારો જયેષ્ઠ મણિપ્રભ પોતે જ હતો. દુનિયા તો તે વખતે પણ માત્ર એટલું જ સમજી શકી કે વસન્તોત્સવ રમતા યુગબાહુને કોઈ દુશ્મને ગુપ્તવેશે આવી, ઉદ્યાનમાં-લતામંડપમાં મારી નાખ્યો અને અકસ્માત્ તે જ રાત્રીએ તેનો હોટો ભાઈ મણિપ્રભ પણ સર્પના દંશથી દેહપિંજર તજી ગયો.
“એ બન્ને વાતોમાં સત્યાંશ છે. પણ સંપૂર્ણ સત્ય તો એ કરતાંયે ઘણું ક્રૂર અને ભયંકર છે. ખરું કહું તો યુગબાહુ સ્વરૂપે કામદેવ સમાન છતાં ભાવે અને ગુણે તો દેવો પણ તેની પૂજા કરવા પ્રેરાય એવા હતા. તેમને કોઈ દુશ્મન જ ન હતો - જન્મથી જ અજાતશત્રુ હતા. કલંક કે નબળાઈની છાયા સરખી પણ એમને નહોતી સ્પર્શી. રાજવંશમાં જન્મવા છતાં તેમનો સંયમ અને સંતોષ કોઈ ત્યાગી જીવનને શોભે તેવો હતો. એમણે પોતે જ એક વાર સાધુધર્મની દીક્ષા લઈ મૈત્રી, પ્રમોદ. કરુણા અને માધ્યસ્થ ભાવનાના ધર્મબીજની છૂટે હાથે સંસારભરમાં લહાણી કરવાના અભિલાષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org