________________
આયુષ્ય છતાં હિંસા થાય નહિં, અને આયુષ્ય પૂરૂં થયા પછી કાઈ વતા રહે નહિં, તે પછી હિંસા એ વસ્તુ કર્યાં રહી ?” અહિંસા એટલે હિંસા ન કરવી તે. “હિંસા” એવી વસ્તુજ ન હોય તેા અહિંસા વાંઝણીની પુત્રી કે આકાશકુસુમ જેવીજ કહેવાય. આ પ્રમાણેની યુતિ કરી. “અહિંસાનેજ ઉડાવી દેવા માંગનારાને સાષકારક ઉત્તર આપવામાં આળ્યે છે. પ્રથમ અહિંસા કહેવી કાને તે સમજાવ્યું છે, જૈન શાસ્ત્રમાં “હિંસા ન કરવી તે અહિંસા” એમ કહેતા નથી, પણ હિંસાના પચ્ચકખાણુ કરાય તેનું નામ ‘અહિંસા' કહે છે.” પચ્ચકખાણ ન કરાય તે હિંસા ન કરતા હોય તેા પણ તેને ‘અહિંસા' નથી. કર્મ બંધનના સ્થાનકા ગણાવતાં ‘અવિરતિ’ કર્મ ખ’ધનનું એક કારણ ગણાવ્યું છે. હિંસાથી વિરતિ કરવી તે અહિંસા. વિતિથી કર્મ રોકાય અને અવિરતિથી કર્મ બંધન થાય એ સાબીત કરવા માટે આત્માના સ્વભાવ તરફ આપણું લક્ષ્ય ઘેરવામાં આવ્યું છે, ખીજી શંકા એ ઉઠાવવામાં આવી છે કે જે બાબતને કાઈએ કદી વિચાર, વાણી કે પ્રવૃત્તીથી જાણી કે આદરી ન હોય તેના કર્મ તેને શી રીતે લાગે. જે વિષયમાં અમારા મન, વચન અને કામા એ કશુંજ નથી એવા વિષયનું કર્મ બંધન અમને શી રીતે લાગે ?” આ શકાનું સુંદર સમાધાન આપતાં જણાવ્યું છે કે આત્માના શુદ્ધ સ્વભાવ વિરતિમય છે, વિરતિની જેટલી આાશ હોય તેટલા આત્માને વિકાર વિશેષ થાય, અને શરીરમાં જેમ રસેાળી, કે મસા મન, વચન કે કાયાની મદદ વગર પેાતાની મેળે જે ખારાક માણસ લેતા હૈાય તેમાંથી પાતાના હિસ્સા લઈ પુષ્ટ થયાં કરે છે તેમ બીજા કાને લઈ વિરતિ વિકાર પણ પુષ્ટ થાય છે. અવિરતિરૂપ રસાળી કે મસાને કાપી નાંખીએ અને ત્યાં અનાગતના પચ્ચખાણરૂપ તેજાબ લગાડીએ તાજ આત્માના અવિરતિથી થતા વિકાર અટકે. સાથે સાથે એ પણ જણાવી દીધું છે કે હિંસાના પચ્ચખાણુની સાથે હિંસા ન થાય અને વા ખચી જાય એવા પ્રયત્ન કરવાની પણ જરુર છે, અર્થાત્ અહિંસાની સાથે સયમને પણ રાખવાના છે. આ પ્રકારે પ્રાસંગિક શકાઓનું સમાધાન કુરી મૂળ શંકા કે વાને જો આયુષ્ય ની સ્થિતિને લીધે વાડી કે મારી શકાય તેમ ન હોય તા અહિંસા, વિરતિ, હિંસાના પચ્ચખાણ એ બધું ઢોંગ રુપજ ગણાય તેનું નિવારણ કરતાં ખુલાસા કરવામાં આવ્યો છે કે જેમ એક ઘડીઆળની ૩૬ કલાકની ચાવી છે તે જો ક્રમસર ચાલે તે તેટલા વખત ખરાખર ચાલે, જો એકાદ સ્ક્રુતીલા કરી નાંખીએ તા ૩૬ કલાક માટેની ચાવી એની મુક્ત પહેલાં અકુદરતી રીતે ઉતરી જાય. તે ઘડીયાલ આપો આપ અધ પડે, તેમ જે આયુષ્યની મર્યાદા બંધાઈ હોય તે કુદરતી ચાલે ચાલત તા અનુક્રમે એની ક્યા થયા કરત, અને પૂરેપૂરું આયુષ્ય ભાગવાતે, પરંતુ એમાં અકુદરતી તત્વ ઉમેરવામાં આવે. નાશના સાધાના મેળવાય તા આયુષ્ય, ઘડીઆળની ચાવીની જેમ, વખત પહેલાં ભાગવાને પૂર્ણ થઈ જાય. અહીં આયુષ્યની મર્યાદા જે ક્રમવાર ભાગવવાની હતી તેના ઉપધાત કરાય છે એટલે આયુષ્ય મર્યાદા જલ્દી ભાગવાઈ ય છે.
પણ.
આ બધા ઉપરથી તારવણી કાઢી જણાવ્યું છે કે આયુષ્યના ઉપઘાતના કારણેા, નાશના તત્વો આપણે ન મેળવવા તેનું નામ અહિંસા, અને આયુષ્યમાં ભેળવાયલા આયુષ્ય ક્રમને વિઘ્નરૂપ થતાં નાશના તત્વોને આપણે ખસેડી નાંખવા તેનું નામ ક્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com