________________
g વિહાર કરી અત્યંત અનુભવ મેળવેલા છે. શરૂથી આજ પર્યંત એએ સાહેબનું શાસ્ત્રો અને આગમાના અભ્યાસ કરવા કરાવવાનું કામ અખંડપણે ચાલુજ છે. એએ સાહેબના સતત ઉપદેશથી અનેક સત્કા થયલાં છે અને થાય છે અને અનેક ધાાર્મક સંસ્થાએ અસ્તિત્વમાં આવેલી છે, તેમજ અનેક ભવ્યવાએ ધાર્મિક પ્રવૃત્તિએ આદરી સર્વવિરતિ દેશિવરતિ અને સમ્યકત્વ ગ્રહણ કર્યાં છે, અને અનેક પ્રકારની તીયાત્રાઓ ઉગ્રવિહારો તથા તપ-જપ કર્યાં છે. એ મહાપુરૂષે પેાતાનું સમગ્ર જીવન શ્રીજૈનશાસનની સેવામાં સમર્પણ કરી આધુનિક કાળમાં અપૂર્વ સેવા કરી છે. આવા મહાપુરૂષ આ પુસ્તકમાં પ્રગટ થયેલા વ્યાખ્યાના ચાના ઉપદેશાના દાયક છે એ જાણીને વાંચક વર્ગને તે વાંચવા મનન કરવા અને તે પ્રમાણે યથાશક્તિ પેાતાનું વર્તન રાખવા જરૂર પ્રેરણા થાય એ સ્વાભાવિક છે.
છતાં પણ પ્રગટ કરવામાં આવતા ઉપદેશેાના ટુક સાર ો વાંચક વર્ગને જણાવવામાં આવે તેા તેથી તેમને તે તરફ વિશેષ આકર્ષણ થાય. આપણે તે તરફ આપણું લક્ષ્ય દોરવીએ.
આ પુસ્તકમાં એક ંદરે ચાવીશ વ્યાખ્યાના પ્રગટ કરવામાં આવેલાં છે. તે દરેક વ્યાખ્યાનના ટુંક સાર રજુ કરતા મારે દીલગીરી સાથે જણાવવું પડે છે કે આ વ્યાખ્યાને છપાવવાના કાર્યમાં જોઈએ તેટલી કાળજી અને કુશળતા રાખવામાં આવેલી જણાતી નથી. મુશીટા બહુ ખીન કાળથી તપાસાયલાં જણાય છે. વિરામચિહ્નોનું ઘણે ભાગે ખરાખર ઠેકાણું રાખવામાં આવ્યું નથી. જોડણીની મામતમાં પણ પૂરી કાળજી રખાઈ નથી. આવા ઉમદા, વિદ્વત્તા ભરેલા અને મનનીય વ્યાખ્યાના વાંચનારાઓને જેમ વિશેષ આક થાય તેમ છપાયાં હોય તા તેથી ઘણા લાભ થવાના સંભવ રહે. સાથે સાથે વાંચાને અન્વેષણ (reference) માટે અનુકુળતા થાય તેટલા માટે જુદા જુદા પ્રકારની અનુક્રમણિકાએ આપેલી હોય તેા વ્યાખ્યાનામાં જણાવવામાં આવેલી હકીક્તો ઘણા અલ્પ પ્રયાસથી શોધી કાઢવામાં આવે. આ બધા તરફ પ્રથમથીજ લક્ષ્ય આપવું જોઈતું હતું. હવે તેા પુસ્તક છપાઈને તૈયાર થઈ ગએલું હોવાથી તેમાં રહેલી છાપાની ભૂલે વિગેરે માટે શુદ્ધિપત્રક તૈયાર કરાવાય, તે સિવાય બીજો માર્ગ જણાતા નથી. પણ તે શુદ્ધિપત્રક જો સંપૂર્ણ તૈયાર કરાવવામાં આવે તેા ઘણુંજ લાંબુ થાય તેમ હોવાથી કટાળા ભરેલું લાગે. આથી હાલ તા વાંચક વર્ગે આ બધી ખામીએ ધ્યાનમાં રાખી પેાતેજ તે સુધારી લઈ વાંચવા સિવાય બીજો સરલ રસ્તા નથી પરતુ મારી • મજબૂત ભલામણ છે કે હવે પછી પ્રગટ કરવામાં આવે તે પુસ્તકામાં આ ખામતા ઉપર શરૂથીજ પૂરતું લક્ષ્ય રાખવામાં આવે.
હવે પ્રગટ કરેલા વ્યાખ્યાનાની ટુંક મતલબ આપણે જોઈએ.
પહેલા વ્યાખ્યાનમાં મુખ્યતાએ મૃત્યુના ભય ખાખતમાં ઉલ્લેખ કરવામાં આળ્યેા છે. તે ભય વિષ્ટામાં રહેતા કીડાને તેમજ ઈન્દ્રાસન ભાગવતા ઈન્દ્રને સર્વે પ્રાણી માત્રને એક સરખી રીતે મુંઝવે છે. સર્વે જીવે જીવવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે, છતાં પણ જીવવું કે મરવું એ પેાતાના હાથની વાત નથી, પણ એ કેવળ પૂર્વ જન્મમાં બાંધેલા આયુષ્ય કર્મને આધીન છે. આ મુજબ તત્વષ્ટિએ વસ્તુનું સ્વરૂપ જણાવતાં એના દુઃપંચાગ ન થાય તેટલા માટે સાવધાન કરવા પ્રાસગિક અગત્યના ખુલાસા કરવામાં આવેલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com