Book Title: Anand Sudha Sindhu Author(s): Sagaranandsuri Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund View full book textPage 9
________________ વાચક વર્ગને આ પુસ્તક સંગ્રહવા ચોગ્ય છે કે કેમ તે નિર્ણય કરવા માટે એ બાબતો જાણવાની ખાસ જરૂર રહે. આ પુસ્તકમાં પ્રગટ કરવામાં આવેલા ઉપદેશોના દેનાર કોણ છે એ જાણવામાં આવે તો પુરષવિશ્વ વનવજાઃ એ સિદ્ધાંતને અનુસાર જે આ ઉપદેશ આપનાર પુરૂષ વિશ્વસનીય હોય તો એ ઉપશો તેઓ જરૂર રસપૂર્વક વાંચે અને મનન કરે અને યથાશક્તિ આચરણમાં પણ મુકે. તેની સાથે એ ઉપદેશમાં અભિધેય શું છે તેની તેઓને સંક્ષિપ્ત માહિતી આપવામાં આવે તો તેઓને વિના સંકેચે તે સંપૂર્ણ વાંચવામાં ખુબ રસ આવે. આમ થાય તો આ પુસ્તક અને આવા પ્રકારના ભવિષ્યમાં પ્રગટ થનારા પુસ્તકનું વાંચન, મનન, અને અભ્યાસ નિઃશંકપણે વધે અને ધારેલી મુરાદ બર આવે. તેથી આ એ બાબતે સંબંધી વાંચક વર્ગને અત્ર માહિતી આપવામાં આવે છે. અત્રે પ્રગટ કરવામાં આવેલી વ્યાખ્યાનો આપનારનો પરિચય કરાવવામાં તે વ્યાખ્યાનો આપનારનું નામ જાહેર કરવુંજ ફક્ત જરૂરી છે. “એ મહા પુરૂષ એટલા સુપ્રસિદ્ધ અને ગમશહૂર છે કે તેના સંબંધમાં વિશેષ કાંઇપણ જણાવવું એ વષરતુ ચાલતી હોય તે વખતે વર્ષારૂતુ કેવી હોય તે જણાવવા માટે કવિવર કાળીદાસને તુસંહાર વાંચવા બેસવા જેવું ગણાય”. એ મહાપુરૂષ તે “આગમોદ્ધારક” શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ. જેનજનતાને એમની ઓળખ શી આપવાની હોય? જૈનાગમમાં પ્રસિદ્ધ સ્થવિરકલ્પ એ છે કે ગુણવાન ગુરૂએ વિધિપૂર્વક આલોચના આપીને ચગ્ય વિનીત શિષ્યને પ્રશસ્ત દ્રવ્યત્રમાં વિધિપૂર્વક દીક્ષા આપવી. ત્યારપછી એ દીક્ષા આપેલા શિષ્યને જ ગ્રહણ શિક્ષા અને આસવનશિક્ષાએ બે પ્રકારની શિક્ષા અધિકાર પ્રાપ્ત થાય છે. બાર વર્ષ સુધી સુત્ર ભણવું તે ગ્રહણ શિા, અને પડિલેહણઆદિ ક્રિયાને ઉપદેશ તે આસેવન શિક્ષા. સૂત્રને અભ્યાસ કરાવ્યા પછી બાર વર્ષ પર્યત અર્થગ્રહણ કરાવે એટલે સૂત્રોના અર્થ સમજાવે. આ મુજબ સૂત્રાર્થ ભણેલા શિષ્ય જે આચાર્યપદને ચોગ્ય હોય તો તેને ઓછામાં ઓછા બે શિષ્ય આપીને વિવિધ દેશોમાં વિહાર કરાવે છે જેથી તીર્થકરોની જન્મભૂમિ દીક્ષાભૂમિ વગેરે જુએ અને પોતે સમકિતમાં સ્થિર થાય, જુદા જુદા દેશમાં વિચરતા અતિશય શ્રુતજ્ઞાની આચાર્યોના દર્શનથી સ્વાર્થ સંબંધી અને સામાચારી સંબંધી વિશેષજ્ઞાન પ્રાપ્ત થાય, જુદા જુદા દેશની ભાષા અને આચારનું પણ જ્ઞાન થાય, તે તે દેશમાં જન્મેલા શિષ્યને તે તે ભાષામાં ધર્મોપદેશ આપી શકે, અને ઘણુ જીવોને સર્વવિરતિ અને દેશવિરતિના માર્ગમાં જેડી શકે. આ મુજબ વિવિધ દેશમાં બાર વર્ષ પર્યન્ત વિહાર કરાવે અને પછી આચાર્યપદપર સ્થિત કરે. આ મુજબ અધ્યયન અને દેશાટન કરેલા આચાર્ય શાસનને દીપાવે અને અનેક ભવ્ય જીવોને ઉપકાર કરે એમાં તો શું આશ્ચર્ય! આપણા ઉપદેશ દાતાનું જીવનચરિત્ર આપણે જોઈએ છીએ ત્યારે ઉપર જણાવેલા પ્રાચીન કાનુસાર વસ્તુતઃ મોટે ભાગે આપણને તે જણાય છે. એમની પ્રવજ્યા સ. ૧૯૪ળ્યાં થયા બાદ સુત્રસિદ્ધાંતનું જ્ઞાન સંપાદન કરી ચાગોદહનની ક્રિયા કરી સ. ૧૯૬ન્માં એમણે પન્યાસ તા. ગણિપદીએ પ્રાપ્ત કરી. ૧૯૭૧ના સાલમાં સુરતમાં આચાર્ય શ્રીવિજયકમલસરીએ એઓ સાહેબને આચાર્યપદથી અંકિત કર્યા. પિતાના આટલા લાંબા દીક્ષા પર્યાય દરમ્યાન એઓ સાહેબે ગુજરાત, કાઠીઆવાડ, માળવા, બંગાળ, બિહાર, ઉત્તરહિંદ, મહારાષ્ટ્ર મારવા વગેરે દેશમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 376