________________
મા ખમણના તપસ્વી-મુનિ– શ્રી હિમાંશુસાગરજીનું જીવન.= આલેખનકાર–શા. પ્રેમચંદ ગેપાળદાસ.
ધર્મ-માર્ગે પ્રયાણ.
દ્વારા દેશમાં અમારિપડ-વજડાવનાર-અહિંસા-ધર્મપ્રચારક-કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વર-બધિત-શ્રી કુમારપાળના સમયમાં પાટણની–પ્રભુતાના પૂર ઓસરવા લાગ્યાં, અને અહમદાબાદની આબાદિના પૂર અહમદાબાદમાં એટ વગરની ભારતની જેમ ઉભરાવાં લાગ્યાં. તે સમયમાં ગરવી ગુજરાતનું પાટનગર પાટણ
હતું, અને તે પછીના સમયમાં તે રથાન અમદાવાદ લીધુ; અને હાલમાં તેજ સ્થાનને પરિપૂર્ણ ભગવટો તેજ અમદાવાદ કરે છે. રાજનગર જેનેની ભરચક વસ્તીને લીધે, અને જેને મંદિર, જૈન જ્ઞાન ભંડારે, જૈન ધર્મના અનુષ્ઠાન કરવા માટેના ઉપાશ્રયે, તથા જૈન-જ્ઞાનશાળાદિને લીધે આ નગરી જેનપુરી નામે પ્રસિદ્ધ છે. આજુબાજુના ગામડાઓમાં વધારે જગા ખૂટતા ગયાં, તેમ તેમ તે તે ગામડાંઓમાંથી મેટા પ્રમાણમાં મનુષ્યોની સંખ્યા વધુ ને વધુ રાજનગરમાં આવીને ઉભરાવા લાગી. અમદાવાદની સ્થાપના પછીને આજદિન સુધીને ઇતિહાસ તપાસવામાં આવે તો આજુબાજુનાં અનેકાનેક ગામડાઓમાંથી માણસે એ મોટી સંખ્યામાં ધંધારોજગારાદિ માટે આવીને વસવાટ કરેલે માલુમ પડે છે.
આવા સમયમાં માણસા-પેથાપુર પાસેના–પુજાપરા ગામના રહેવાસિ શા, ગોપાળદાસ કેવળદાસ પિતાની ધર્મપત્ની રાઈબાઈ સાથે ધંધાર્થે અમદાવાદમાં શાહપુરમાં આવીને રહ્યા. પુજાપરા ગામમાં જેનોની વસ્તી લગભગ ૩૦ વરની હતી, અને આજે મોટો ભાગ ધંધાર્થે બહારગામ રહે છે. તે ગામમાં દેરાસર છે અને ઉપાશ્રય પણ છે. સંસારની લીલાના અનુભવમાં જીવન પસાર કરતાં તે બાઈએ પિતાના પીયર બાલાસણ મુકામે વિ. સં. ૧૮૭૧ના અષાડ સુદ ૧૨ને રેજે એક પુત્રને જન્મ આપ્યા, અને તેનું નામ છનાલાલ પાડવામાં આવ્યું. બાળ વયમાં તે છનાલાલ માતા તરફથી ધર્મના સંસ્કારોથી સિંચાયેલા હતાં, છતાં આર્થિક-સંગની પ્રતિકૂળતાને લીધે યુવાવસ્થામાં નેકરી વિગેરેમાં જોડાયાં. એટલે ધર્મ સંસ્કારની વૃદ્ધિને બદલે સંસાર પ્રત્યેને રંગરાગ વધે તેવાં સાધન-સંગ સામગ્રીઓની અનુકૂળતા વધવા લાગી, જૈન મંદિરમાં જાય નહિં, જૈન મંદિરમાં બિરાજમાન ભગવંતના દર્શન, વંદન, પૂજન અવસરે કરે અને ન પણ કરે. જૈન ઉપાશ્રયમાં ગુરૂઓની પાસે જાય નહિ, અને જાય તે વ્યાખ્યાન વાણી શ્રવણ કરે નહિ. દિન પ્રતિદિન ધર્મ-સંસ્કાર જીવનમાંથી નષ્ટ પ્રાય: થઈ જાય તેવા સંગમાં સંસાર પ્રત્યેની રસભરી રસિકતાથી આ છનાલાલ ધર્મથી વિમુખ થઈ જશે એવું બોલાતું હતું. પરંતુ ભાવિના ગર્ભેમાં કાંઈ નવીનજ બનવાનું હશે, અને છનાલાલના ભાગ્યની રેખાઓ ભાવિ જીવનમાં કલ્યાણકારિરૂપ નીવડવાની હશે, તેથી તે મહારા