________________
(૩૭) श्री ऋषिमण्डल स्तोत्रम् ॥ आद्यन्ताक्षरसंलक्ष्य-मक्षरं व्याप्य यत् स्थितम् । अग्निज्वालासमं नाद-बिन्दुरेखासमन्वितम् ॥१॥
જે પદ પહેલા (જ) અને છેલ્લા (૬) અક્ષરે કરીને જણાતું, અક્ષરને એટલે મોક્ષપદને વ્યાપીને રહેલું, અગ્નિની જવાળા સમાન વર્ણવાળું, નાદ એટલે અર્ધચંદ્ર (), બિંદુ એટલે અનુસ્વાર () અને રેખા (-) વડે સહિત છે. ૧ अग्निज्वालासमाक्रान्तं, मनोमलविशोधकम् । देदोप्यमानं हृत्पने, तत्पदं नौमि निर्मलम् ॥२॥
વળી અગ્નિની જવાળા સમાન આકૃતિવડે () વ્યાપ્ત અને મનના મળને (કમને) શુદ્ધ કરનાર છે, તે હૃદયરૂપ કમળને વિષે દેદીપ્યમાન અને નિર્મળ એવા પદ (બ)ને હું નમું છું. અથવા સ્તવું છું. ૨. अहमित्यक्षरं ब्रह्म, वाचकं परमेष्ठिनः । सिद्धचक्रादिमं बीजं, सर्वतः प्रणिदध्महे ॥३॥
આ ઉપર કહ્યા પ્રમાણે બનેલું “અર્દ” એવું પદ અક્ષરઅવિનાશી છે, બ્રહ્મરૂપ છે, પરમેષ્ઠિને-પરમાત્માને કહેનારૂં છે, અને સિદ્ધચક્રનું પ્રથમ બીજ-કારણરૂપ છે. તેનું અમે સર્વ પ્રકારે ધ્યાન કરીએ છીએ. ૩. ॐ नमोऽर्हद्भ्य ईशेज्य, ॐ सिद्धेभ्यो नमो नमः। ॐ नमः सर्वसूरिभ्य, उपाध्यायेभ्य ॐ नमः॥४॥
૧ અથવા નાદ અને બિંદુરૂપ રેખા વડે સહિત,