Book Title: Agam Sara Sangraha
Author(s): Lalitvijay
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi

View full book text
Previous | Next

Page 530
________________ અધ્યાત્મ ભાવના ભાવના સંગ્રહમાંથી સંગ્રહીત ( સંગ્રાહક સદગુણાનુરાગી કરવિજયજી ) અહો પ્રભુ ! મને એવી દશા અપેનિશ કયારે જાગ્રત થશે કે તારા ગુણને અખલિત પ્રેમ ઉત્પન્ન થાય અને તારા પ્રત્યે અત્યંત ભક્તિ પેદા થાય કે જેના પસાયથી આ દુનિયા ઉપર રાગ ઓછો થાય ? તારાં વચનો પર પૂર્ણ શ્રદ્ધા કયારે થશે કે જેથી તારી આજ્ઞા ફૂલની માળાની પેઠે હું મસ્તક ઉપર ધરૂં? તારી કરૂણા, તારી ક્ષમા, તારી શાન્તિ, તારૂં જ્ઞાન, તારું ધ્યાન, તારું યથાર્થ કથન, તારી અપૂર્વ પોપકારવૃત્તિ અને તારી અત્યંત સહનશીલતા જોઇ તેવા સદ્દગુણવડે હું કયારે વાસિત થઈશ ? અને પરપુદગલ પર ઉદાસીનવૃત્તિ કયારે ઉત્પન્ન થશે કે જેથી હું નિજસ્વરૂપમાંજ રમું? હું તુને ભેદભાવ ભૂલી હું તે તું અને તું તે હું આવી અખંડ જ્યતા કયારે ઉત્પન્ન થશે? અને તેના અપૂર્વ સુખને અનુભવ કયારે પ્રાપ્ત થશે? તારી ક્ષમા જઈ તારા જેવી ક્ષમા કરવા હું કયારે ભાગ્યશાળી થઈશ? તારી દયા જોઈ મારામાં એવા દયાના અંકુરો કયારે પ્રગટ થશે ? તારી પોપકારી બુદ્ધિ જોઈ મારા હૃદયમાં સર્વ જીવને શાસનરસિક કરવાની ઈચ્છા-ભાવના કયારે જાગ્રત થશે ? તું જ ધ્યેય, તું જ સેવ્ય તું જ આરાધ્ય, તું જ પૂજ્ય, તું જ દેવ, તું જ ગુરૂ, તું જ ધમ, તું જ તરણતારણ, તું જ પિતા, તું જ માતા, તું જ બંધુ, તું જ કુટુંબ, તુ જ જ્ઞાતિ તું જ વિશ્વ, તું જ સુષ્ટિ અને તું જ મારું સર્વસ્વ એમ કયારે થશે? તું અને હું ને ભેદ તુટી અભેદ ચિંતવન કયારે થશે? તુહિ, તુહિ, તૃહિ, અને તે જ એમ અખંડ ચિંતવન મરોમમાં કયારે આવિ.

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542